Get The App

2006માં વિસ્ફોટ, ૨૦૧૫માં ફાંસી અને જન્મટીપ, હવે છૂટકારો

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
2006માં વિસ્ફોટ, ૨૦૧૫માં ફાંસી અને જન્મટીપ,  હવે છૂટકારો 1 - image


ટ્રેન વિસ્ફોટ કેસનો ઘટનાક્રમ ૭/૧૧

ગત વર્ષે હાઈકોર્ટે રોજેરોજ સુનાવણીનો આદેશ આપ્યો હતો

મુંબઈ -  ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસનો ઘટનાક્રમ નીચે મુજબ છેઃ ૨૦૦૬ ૧૧ જુલાઈ, ૨૦૦૬ઃ પશ્ચિમ ઉપનગરીય રેલવે લાઈન પર સાંજે ૬.૨૩ થી ૬.૨૯ વાગ્યાની વચ્ચે સાત લોકલ ટ્રેનોના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં સાત બોમ્બ વિસ્ફોટ. જેમાં ૧૮૭ લોકો માર્યા ગયા અને ૮૨૪ લોકો ઘાયલ થયા.૧૧ જુલાઈ, ૨૦૦૬ઃ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં સાત અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવી. ત્યાર પછી મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) દ્વારા તેને એકત્ર કરીને તપાસ કરવામાં આવી.જુલાઈ-ઓગસ્ટ ૨૦૦૬ઃ આ કેસમાં સંડોવણી બદલ એટીએસ દ્વારા ૧૩ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી. ૩૦ નવેમ્બર, ૨૦૦૬ઃ ૧૩ પાકિસ્તાની નાગરિકો સહિત ૩૦ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી, જેમાંથી ઘણા વોન્ટેડ હતા. ૨૦૦૭ઃ ટ્રાયલ શરૃ. ૧૯ ઓગસ્ટ, ૨૦૧૪ઃ ટ્રાયલ પૂર્ણ થઈ. વિશેષ કોર્ટે ધરપકડ કરાયેલા ૧૩ આરોપીઓ સામેનો ચુકાદો અનામત રાખ્યો. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૧૫ઃ વિશેષ કોર્ટે ૧૩ આરોપીઓમાંથી ૧૨ને દોષિત ઠેરવ્યા. એક આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયો. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૫ઃ વિશેષ અદાલતે દોષિત ઠરેલા પાંચ આરોપીઓને મૃત્યુદંડની સજા ફટકારી. બાકીના સાત આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી.ઓક્ટોબર ૨૦૧૫ઃ મહારાષ્ટ્ર સરકારે પાંચ આરોપીઓને ફટકારવામાં આવેલી મૃત્યુદંડની સજાને સમર્થન આપવા માટે મુંબઈ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી. બધા ૧૨ આરોપીઓએ હાઈકોર્ટમાં તેમની સજા અને દોષિત ઠેરવતા ચુકાદાને પડકારતી અપીલ દાખલ કરી. ૨૦૧૫-૨૦૨૪ઃ હાઈ કોર્ટની વિવિધ બેન્ચ સમક્ષ અપીલો રજૂ કરવામાં આવી.જૂન ૨૦૨૪ઃ મૃત્યુદંડની સજા પામેલા દોષિતોમાંથી એક એહતેશામ સિદ્દીકીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી અને અપીલોના ઝડપી સુનાવણી અને નિકાલ માટે હસ્તક્ષેપની માંગ કરી.જુલાઈ ૨૦૨૪ઃ હાઈકોર્ટે કેસની સુનાવણી માટે જસ્ટિસ અનિલ કિલોર અને શ્યામ ચાંડકની વિશેષ બેન્ચની રચના કરી.૧૫ જુલાઈ, ૨૦૨૪ઃ હાઈકોર્ટની વિશેષ બેન્ચે દૈનિક ધોરણે અપીલોની સુનાવણી શરૃ કરી.૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ઃ હાઈકોર્ટે અપીલોની સુનાવણી પૂર્ણ કરી. આદેશ અનામત રાખ્યો... ૨૧ જુલાઈ, ૨૦૨૫ઃ વિસ્ફોટોના ૧૯ વર્ષ પછી, મુંબઈ હાઈકોર્ટે ૧૨ વ્યક્તિઓને નિર્દોષ જાહેર કર્યા અને નોંધ કરી કે ફરિયાદ પક્ષ કેસ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને આરોપીએ ગુનો કર્યો છે તે માનવું મુશ્કેલ છે.


Tags :