Get The App

રાજ્યની ખાનગી મેડિકલ કોલેજોમાંથી ઈડબ્લ્યુએસ ક્વૉટા રદ્દ કર્યો

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News


મહારાષ્ટ્ર સરકારે નિર્ણય પાછો ખેંચ્યો બેઠકની ક્ષમતા વધાર્યા વિના જ ઈડબ્લ્યુએસ ક્વૉટા લાગુ કરવાના નિર્ણયને વાલી-વિદ્યાર્થીઓએ વિરોધ કરતાં સરકારે નમતું જોખવું પડયું

રાજ્યની ખાનગી મેડિકલ કોલેજોમાંથી ઈડબ્લ્યુએસ ક્વૉટા રદ્દ કર્યો 1 - image

મહારાષ્ટ્ર સરકારે નિર્ણય પાછો ખેંચ્યો

બેઠકની ક્ષમતા વધાર્યા વિના જ ઈડબ્લ્યુએસ ક્વૉટા લાગુ કરવાના નિર્ણયને વાલી-વિદ્યાર્થીઓએ વિરોધ કરતાં સરકારે નમતું જોખવું પડયું

મુંબઈ -  મહાયુતિના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારે ખાનગી મેડિકલ કોલેજોમાં આર્થિક નબળા વર્ગ (ઈડબ્લ્યુએસ) ક્વૉટા રદ્દ કર્યો છે. બેઠકોની સંખ્યામાં કોઈ વધારા વિના, સામાન્ય શ્રેણી હેઠળના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં ઈડબ્લ્યુએસ વિદ્યાર્થીઓ માટે ૧૦ ટકા અનામત રજૂ કરાયું હતું.

આ ક્વૉટા રદ્દ કરાતાં સંબંધિત વર્ગના ઉમેદવારો માટે મેરિટ પર અનામત બેઠકોની સંખ્યા ઘટી જશે. એક અખબારી વૃત્ત અનુસાર હાલમાં આ બેઠકોની સંખ્યા ૩૫૦૦ છે. આ ક્વૉટા કોઈપણ ઔપચારિક જાહેરાત વિના રજૂ કરાયો હતો. તાજેતરમાં પ્રવેશ શરુ થાય તે પહેલાં સ્ટેટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (સીઈટી) સેલ દ્વારા બહાર પડાયેલ બ્રોશરમાં તેનો ફક્ત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેને લીધે વાલી-વિદ્યાર્થી બંનેને ભારે આઘાત લાગ્યો હતો. 

ત્યારબાદ ગત મંગળવારે વાલીઓએ રાજ્યના તબીબી શિક્ષણમંત્રી હસન મુશ્રીફને ઈમેલ મોકલી અનામતના અમલીકરણનો વિરોધ કર્યો હતો. આથી બુધવારે રાજ્યના તબીબી શિક્ષણ વિભાગે પોતાનો નિર્ણય ફેરવતાં સ્પષ્ટ કર્યું હતું કે, જ્યાં સુધી સીટની ક્ષમતામાં વધારો નહીં થાય ત્યાં સુધી ખાનગી મેડિકલ કોલેજોમાં ઈડબ્લ્યુએસ અનામત લાગુ કરાશે નહીં. 

બુધવારે બહાર પડાયેલ સરકારી ઠરાવમાં જણાવાયું હતું કે, ઉપલબ્ધ બેઠકોમાંથી ૧૦ ટકા ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે અનામત રખાશે. એમબીબીએસ, બીડીએસ, બીએએમએસ, બીએચએમએસ અને બીયુએમએસ અભ્યાસક્રમો માટે આ અનામત ફક્ત તો જ લાગુ થશે જો કેન્દ્ર સરકાર અથવા સંબંધિત કાઉન્સિલો હાલની બેઠકોમાં વધારો કરે. અન્ય તમામ કોર્સ માટે ઉપલબ્ધ બેઠકો પર અનામત લાગુ રહેશે.


Tags :