Mumbai

મુંબઈ માટે ઈવીએમ હૈદરાબાદથી આવશે

By GS TEAM
16 Dec 20251 min read
મુંબઈ માટે ઈવીએમ હૈદરાબાદથી આવશે

મુંબઈ મહાપાલિકા ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાતા ઇવીએમ મશીનો  હૈદરાબાદથી મંગાવવામાં આવે તેવી શક્યતા છે, જ્યારે બાકીની મહાનગર પાલિકાની ચૂંટણીઓ માટે ઈ વી એમ મશીનો મધ્યપ્રદેશથી મંગાવવામાં આવશે એવી ચૂંટણી પંચના અધિકારીઓમાં ચર્ચા છે એવું જાણવા મળ્યું છે.

 ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી કેટલીક નગરપાલિકા અને નગર પરિષદની  ચૂંટણીઓ માટે મધ્યપ્રદેશથી પણ  ઈ વી એમ મશીનો મંગાવવામાં આવ્યા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

મુંબઈ  પાલિકામાં અનામત બેઠકો 

 મુંબઈ મહાનગરપાલિકામાં કુલ ૨૨૭ બેઠકો છે. જેમાં અનામત મુજબ અનુસૂચિત જાતિ (મહિલા)૮,અનુસૂચિત જાતિ પુરુષ  ૭,અનુસૂચિત જનજાતિ (મહિલાઓ), ૧,અનુસૂચિતજનજાતિ પુરુષ ૧,અન્ય પછાત વર્ગ (મહિલા)૩૧, અન્ય પછાત પુરુષ વર્ગ  ૩૦,જનરલ(ી) ૭૪, જનરલ  શ્રેણી ૭૫ નો સમાવેશ થાય છે.

મુંબઈ ચૂંટણી માટે ૨૩ રિટર્નિંગ અધિકારીઓ

રાજ્ય ચૂંટણી પંચે મુંબઈ મહાનગર પાલિકાનીચૂંટણી માટે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના ૨૩ રિટનગ અધિકારીઓ અને તહસીલદાર કક્ષાના ૨૩ સહાયક રિટનગ અધિકારીઓની નિમણૂક કરી છે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ગૂંચવણ કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજ્ય ચૂંટણી પંચે કડક તૈયારીઓ શરૃ કરી દીધી છે. દરેક વોર્ડમાં મતદાન મથકો પર જરૃરી અધિકારીઓ, પોલીસ દળ, હોમગાર્ડ અને રાજ્ય સુરક્ષા દળો સાથે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે.