Mumbai

પત્ની કમાતી હોય તો પણ પતિ પાસેથી ભરણપોષણ માટે હક્કદાર

By GS TEAM
26 Jun 20252 mins read
પત્ની કમાતી હોય તો પણ પતિ પાસેથી ભરણપોષણ માટે હક્કદાર

છૂટાછેડા પછી પણ પત્નીનું અગાઉનું જીવનધોરણ જળવાવું જોઈએ

મહિને ૨૫ હજાર કમાતી પત્નીને ૧૫ હજારનું ભરણપોષણ આપવાના ફેમિલી કોર્ટના આદેશ સામે પતિએ કરેલી અરજી હાઈકોર્ટે ફગાવી

 મુંબઇ -  મહિલા કમાતી હોવા માત્રથી તેને વિભક્ત પતિ તરફથી આર્થિક મદદથી વંચિત રાખી શકાય નહીં કેમ કે તેણે તેનું જીવન ધોરણ જાળવવાનું હોય છે, એમ હાઈકાર્ર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું.

ન્યા.મંજુશા દેશપાંડેની બેન્ચે ૧૮ જૂનના આદેશમાં જણાવ્યુંહતું કેપત્નીપતિ સાથે જુદા થવા પૂર્વે જે જીવન ધોરણ ધરાવતી એવા જ જીવન ધોરણ માટે તે હકદાર છે.

પત્નીને માસિક રૃ.૧૫ હજાર ભરણપોષણ ચૂકવવાના ફેેમિલી કોર્ટના આદેશ સામે પતિએકરેલી અરજીને કાર્ર્ટે ફગાવી દીધી હતી.

પત્ની નોકરિયાત છે અને મહિને રૃ.પચ્ચીસ હજારથીવધુ કમાય છે અને આથી પતિ પાસેથી વધુ ભરણપોષણની જરૃર ન હોવાની પતિએ દલીલ કરી હતી.

પત્ની કમાઉ હોવા છતાં તેની આવક તેના ભરણપોષણ માટે પુરતી નથી કેમ કે તેણે નોકરી માટે લાંબા અંતરનો પ્રવાસ કરવો પડે છે. આટલી આવક સાથ શાલીન જીવન જીવવાની સ્થિતિમાં નથી, એમ  કોર્ટે  જણાવ્યુંહતું. પતિ પત્ની કરતાં વધુ કમાયછે અને તેના પર વધુ આર્થિક જવાબદારી પણ નથી.

પતિએ દલીલમાં જણાવ્યું હતું કે તેને તેના બીમાર માતાપિતાની પણ જવાબદારી છે અને આ પગારમાં પત્નીને માસિક ૧૫હજાર આપી શકે તેમ નથી.

પત્નીએ  પતિની દલીલ ફગાવીને જણાવ્યું હતું ક પતિ મહિનેરૃ.એકલાખની આવક ધરાવે છે.પતિના માતાપિતા તેના પર નિર્ભર નથી કેમ કે તેમને મહિને રૃ. ૨૮ હજારનું પેન્શન આવે છે. કોર્ટે આ વાતને ધ્યાનમાં લઈને પતિની અપીલ ફગાવી હતી અને ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યો હતો.