જોકે, વિડીયો નીચે
કોમેન્ટસ ઓફ કરી દીધી
બંને
પરિવારો દ્વારા અલગ અલગ પ્રાર્થના સભાઓ દ્વારા એશાની સરાહનીય ચેષ્ટા
મુંબઈ -
એશાએ પિતા ધર્મેન્દ્રને અંજલિ આપતો એક વિડીયો પોસ્ટ કર્યો
છે. તેમાં તેણે ધર્મેન્દ્રની પહેલી પત્ની
પ્રકાશ કૌર તથા સની દેઓલને પણ સમાવ્યા છે.
આ
વિડીયોમાં ધર્મેન્દ્રની લાઈફ જર્નીની કેટલીક તસવીરો છે. તેમાં એશાએ પ્રકાશ કૌર તથા
સની દેઓલ, બોબી
દેઓલ, વિજેતા અને અજીતાની તસવીરો પણ સમાવી છે.
જોકે, એશાએ આ વિડીયો નીચે
કોમેન્ટસ ઓફ કરી દીધી છે. જેથી કોઈ પરિવાર અંગે
કોઈ ટિપ્પણી ન કરી શકે.
ઉલ્લેખનીય
છે કે ધર્મેન્દ્રનાં નિધન બાદ સની અને બોબી દેઓલે મુંબઈમાં પ્રાર્થના સભા યોજી હતી
જેમાં હેમા માલિની કે તેની દીકરીઓ હાજર રહ્યાં ન હતાં. તે પછી હેમા માલિનીએ
દિલ્હીમાં પ્રાર્થના સભા યોજી હતી જ્યાં
સની કે બોબી દેઓલ ગયા ન હતા. તે પછી એશાએ ઓનલાઈન અંજલિમાં ધર્મેન્દ્રનાં બંને
પરિવારને એક રાખવાની સરાહનીય ચેષ્ટા
દાખવતાં ચાહકોએ તેની પ્રશંસા કરી હતી.
ચર્ચા
મુજબ એશાને સની અને બોબી દેઓલ સાથે
પહેલેથી સારું બને છે.


