Get The App

સારા સનાતની હોવાની એફિડેવિટ આપશે તો જ કેદારનાથમાં એન્ટ્રી

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
સારા સનાતની હોવાની એફિડેવિટ આપશે તો જ કેદારનાથમાં એન્ટ્રી 1 - image

બદરીનાથ-કેદારનાથનાં ટેમ્પલ બોર્ડનો નિર્ણય     

કંગનાની સલાહઃ સારા સનાતની જ છે, તેણે  સત્ય લખતાં ગભરાવું ન જોઈએ

મુંબઇ -કેદારનાથ ધામ સારા અલી ખાનનું પસંદગીનું સ્થળ છે. તેણે કેદારનાથ ટ્રેજેડી પર બનેલી ફિલ્મમાં સુશાંતસિંહ રાજપૂત સાથે  કામ પણ કર્યું હતું અને તે વર્ષમાં એકથી વધુ વખત કેદારનાથ-બદરીનાત જતી આવતી હોય છે. પરંતુ, હવે સારા અલી ખાને આ યાત્રાધામોમાં પ્રવેશ માટે તે સનાતની હોવાનું સર્ટિફિકેટ આપવું પડશે. 

બદરીનાથ-કેદારનાથ સહિતના આસપાસનાં ં૪૦થી  વધુ મંદિરોનું સંચાલન કરતાં ટેમ્પલ  બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર આ મંદિરોમાં પ્રવેશ પહેલાં કોઈપણ દર્શનાર્થીએ પોતે સનાતન ધર્મમાં વિશ્વાસ ધરાવે છે તેવી એફિડેવિટ આપવી પડશે. શું સારા અલી ખાને પણ આ એફિડેવિટ કરવી પડશે  તેવા સવાલનો જવાબ આપતાં મંદિર સંચાલકોએ કહ્યું હતુ ંકે આ નિયમમાં કોઈ અપવાદ નહિ હોય. 

ટેમ્પલ બોર્ડના આ નિર્ણયથી વિવાદ પણ થયો છે અને તેેને બંધારણ વિરુદ્ધનો ગણાવાયો છે. દરમિયાન, એકટ્રેસ અને સાંસદ કંગના રણૌતને આ વિશે  પૂછાતાં તેણે કહ્યું હતું કે અહીં બધા સનાતની જ છે, સારા પણ સનાતની છે. તેણે સત્ય લખતાં ગભરાવું ન જોઈએ.