એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નવેસરથી પ્રક્રિયા હાથ ધરવી જજની બદલી થતાં મેહુલ ચોકસીને ભાગેડુ જાહેર કરવામાં વિલંબ થશે

મેહુલ ચોકસીએ વારંવાર અરજીઓ કરતાં ઈડીની અરજીની સુનાવણી શરુ થઈ શકી ન હતી
મુંબઇ - વિશેષ જજની બદલી થઈ જતાં મેહુલ ચોકસીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં વધુ સમય લાગી શકે તેમ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આ માટે નવેસરથી પ્રક્રિયા હાથ ધરશે.
મેહુલ ચોક્સીને ભાગેડુ આર્થિક ગુનેગાર (એફઇઓ) જાહેર કરવા માટે જુલાઇ, ૨૦૧૮માં દાખલ કરાયેલ ઇડીની અરજી હજુ પણ ખાસ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. મેહુલ ચોક્સીના ભત્રીજા નીરવ મોદીને જૂન ૨૦૨૦માં જ ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રકારની ઘોષણા નાણાકીય છેતરપિંડીના કેસમાં મહત્વપૂર્ણ છે. કારણ કે અધિકારીઓનો આજ આરોપીઓની ભારત અને વિદેશમાં આવેલ સંપતિઓ જપ્ત કરવાની મંજૂરી આપે છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચોકસી દ્વારા પોતાનો બચાવ કરવા વારંવાર અરજીઓ કરવામાં આવતા ઇડીની અરજીની સુનાવણી લાંબા સમય સુધી શરુ જ થઈ શકી ન હતી. હવે કેસની સુનાવણી કરી રહેલા જજની બદલી કરવામાં આવી છે અને નવા જજે કોર્ટનો કાર્યભાર સંભાળી લીધો છે. કોર્ટે હવે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં અરજી પર સુનાવણી નક્કી કરી છે.
પંજાબ નેશનલ બેંક (પીએનબી) છેતરપિંડી કેસમં આરોપી ચોક્સી હાલ બેલ્જિયમમાં છે. ચોકસીએ બે જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ભારત છોડી દીધું હતું અને દાવો કર્યો હતો કે તે સારી તબીબી સાંરવાર મેળળવા માંગતો હતો અને તેથી દેશ છોડયો હતો અને ક્યારેય પાછો ફર્યો નહોતો.
દરમિયાન સેન્ટ્ર બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) એ ફેબુ્રઆરી, ૨૦૧૮માં ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી વિરૃદ્ધ કેસ નોંધ્યો હતો.
પોતાના બચાવમાં મોદીએ બે મુદ્દા ઉઠાવ્યા છે. પહેલો એક તેનો પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યો હોવાથી તે પાછો ફરી શકતો નથી અને બીજું તેણે જાણી જોઇએ આરોપોથી બચવા માટે ભારત છોડયું નહોતું પરંતુ ફક્ત તબીબી સારવાર મેળવવા તે દેશ બહાર ગયો હતો. તે સમયે તેની સામે કોઇ કેસ કરવામાં આવ્યો નહોતો. ઇડીએ વળતો જવાબ આપ્યો છે કે જો ચોક્સી ખરેખર ભારત પાછો આવવા માગતો હોય તો તે અધિકારીઓ પાસે મદદ માગી શક્યો હતો.









