Get The App

વિધાનભવનમાં બોમ્બ મૂકાયાની પોકળ ધમકીથી દોડધામ મચી

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
વિધાનભવનમાં બોમ્બ મૂકાયાની પોકળ ધમકીથી દોડધામ મચી 1 - image

સમગ્ર સંકૂલ ખાલી કરાવી એજન્સીઓએ તપાસ હાથ ધરી

આસપાસના માર્ગો અને પાર્કિંગમાં પણ તપાસ ઃ ધમકીનો ખોટો ઈમેઈલ મોકલનારને ટ્રેસ કરવા  પોલીસે તપાસ શરુ કરી

મુંબઈ   -   વિધાનસભા બજેટ સત્રમાં વિધાન ભવનનને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાં ભારે દોડધામ મચી હતી.જોકે, સઘન તપાસ બાદ આ ધમકી પોકળ પુરવાર થઈ હતી. 

.ધમકી મળતાની સાથે જ પોલીસ, બોમ્બ ડિટેકશન અને ડિસ્પોઝલ  સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

  પ્રાપ્ત માહિતી મુજબ વિધાન ભવનમાં બોમ્બ મુકાયો હોવાન ધમકીનો એક એક ઇમેઇલ મળ્યો  હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે,  ધમકીને પગલે તત્કાળ સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરાયા હતા. કર્મચારીઓ અને અન્ય લોકોને બિલ્ડિંગમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.આ વિસ્તારમાં અને તેની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.  વિધાન ભવનના તમામ પ્રવેશદ્વારો પર કડક ચેકિંગ શરૃ કરવામાં આવ્યું હતું તેમજ પરિસરમાં આવનજાવન પર તાત્કાલિક નિયંત્રણ મુકવામાં આવ્યું હતું. પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમોએ વિધાન ભવનની ઇમારત, પાકગ વિસ્તાર, આસપાસના માર્ગો તેમજ અન્ય સંવેદનશીલ સ્થળોની સૂક્ષ્મ તપાસ કરી હતી.

 સર્ચ ઓપરેશન દરમિયાન ક્યાંય પણ બોમ્બ અથવા શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હોવાથી થોડા સમય બાદ આ ધમકી ખોટી હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ સુરક્ષા તંત્રે સ્થિતિ સામાન્ય જાહેર કરી હતી.

પોલીસ આ ધમકી આપનાર વ્યક્તિની ઓળખ શોધવા માટે તપાસ કરી રહી છે. ઈ-મેઇલ અથવા સંદેશો કયાંથી આવ્યો હતો તેની ટેકનિકલ તપાસ પણ શરૃ કરવામાં આવી છે. આરોપી સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એવું અધિકારીઓએ જણાવ્યું હતું.