Get The App

હવે કોઈ ચૂંટણી ન હોવાથી આજે મ્યુનિ. બજેટમાં નવો કરબોજ ઝિંકાવાની શક્યતા

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
હવે કોઈ ચૂંટણી ન હોવાથી આજે મ્યુનિ. બજેટમાં નવો કરબોજ  ઝિંકાવાની શક્યતા 1 - image

3 વર્ષ બાદ મ્યુનિ કમિશનર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજૂ કરશે 

પાણી દરો, પ્રોપર્ટી ટેક્સમાં વધારો , કચરાના નિકાલની ફીની સંભાવનાઃ બજેટનું કદ વધીને ૮૨ હજાર કરોડ આસપાસ  રહેવાની ધારણા

મુંબઈ -  મુંબઈ મહાપાલિકાનું બજેટ આવતીકાલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે. છેલ્લાં ત્રણ નાણાંકીય વર્ષનાં બજેટ  વહીટદાર શાસનમાં  રજૂ કરાયાં  હતાં.  ૨૦૨૬-૨૭નાં નાણાંકીય વર્ષ માટે રજૂ થનારાં આ બજેટનું કદ ગયા વર્ષની સરખામણીમાં ૧૦ થી ૧૧ ટકા વધુ હશે અને આશરે  રૃ. ૮૨હજાર કરોડની આસપાસ રહેશે એવું જાણવા મળ્યું છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી એક પછી એક ચૂંટણીઓના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં કોઈ વધારો સૂચવાતો ન હતો. હવે ત્રણ વર્ષ સુધી કોઈ ચૂંટણી ન હોવાથી આગામી બજેટમાં  વર્તમાન કરવેરામાં વધારો તેમજ નવા કરવેરા સૂચવાય તેવી  શક્યતા છે. પાણી અને પ્રોપર્ટી ટેક્સમાં વધારો  થઈ શકે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કચરા એકત્રીકરણ માટે ફી લેવાની જૂની દરખાસ્ત ફરી રજૂ થઈ શકે છે. 

     અનુમાન મુજબ    જુના પ્રોજેક્ટોને પૂરા કરવા માટે પ્રાથમિક આપવામાં આવશે. તેમજ પાણીનો ોત વધારવા માટે જળાશય નો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. દહીસર જકાતનાકા ની ખાલી જગ્યા ઉપર કોમશયલ હબ ઊભું કરવાનો પ્રસ્તાવ પણ આ બજેટમાં આવી  શકે છે.  પશ્ચિમ અને પૂર્વ ઉપનગરમાં મુંબઈના પ્રવેશ દ્વારા ગેટ બનાવવાનું, ગોરેગાંવ - મુલુંડ લીંક રોડ તથા અન્ય પ્રોજેક્ટ માટે ફાળવણી થઈ શકે છે. 

         આ સિવાય ડેપ્યુટી કમિશનર (શિક્ષણ) ડા. પ્રાચી જાંભેકર શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેશ્રી શિરવાડકર સમક્ષ શિક્ષણ વિભાગનું બજેટ રજૂ કરશે.

છેલ્લે તત્કાલીન કમિશનર ઈકબાલ સિંહ ચહલે ૨૦૨૨ની ચોથી ફેબુ્રઆરીએ  સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ રજૂ કર્યું હતું. ચૂંટાયેલી પાંખ સમક્ષ રજૂ થયેલું એ  છેલ્લુું બજેટ હતું. એ પછી  સાત માર્ચ, ૨૦૨૨માં ચૂંટાયેલી પાંખની મુદ્દત પૂર્ણ થતાં વહીવટદાર શાસન આવ્યું હતું. ૨૦૨૩ થી ૨૦૨૫ સુધી સતત ત્રણ વર્ષ માટે મ્યુનિસિપલ વહીવટકર્તાઓ વતી બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. હવે  ત્રણ વર્ષ પછી પહેલીવાર, કમિશનર વતી શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સમક્ષ બજેટ રજૂ કરવામાં આવશે.

વર્ષ ૨૦૨૫- ૨૬નું બજેટ રૃ. ૭૪,૪૦૦ કરોડ હતું. પરંતુ હવે ઘણા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સ શરૃ થયા છે, તેથી આ બજેટનું કદ દસ હજાર કરોડ જેટલું વધવાની શક્યતા છે.