ઘરેલુ
કંકાસમાં ઘરે જ ખૂની ખેલ ખેલાયો
82 વર્ષનાં સાસુને રુમમાં પૂરી
દીધાં બાદમાં છરીથી અનેક ઘા માર્યા
મુંબઈ
- પુણેમાં એક પુત્રવધૂએ ઘરકંકાસમાં વૃદ્ધ સાસુની તીક્ષ્ણ છરીના ઘા
ઝીંકી હત્યા કરી નાંખી હતી.
કાત્રજના
આંબેગાવ બુદરુક વિસ્તારમાં સમૃદ્ધિ
રેસિડેન્સી ખાતે રહેતા ૮૨ વર્ષના સુમન શિંદે તથા
૬૦ વર્ષનાં પુત્રવધૂ અનુપમા સંજય શિંદે
વચ્ચે અવાનનવાર તકરાર થતી હતી. મંગળવારે બપોરે લગભગ બે વાગ્યાની આસપાસ, ઝઘડા બાદ આરોપી અનુપમા
શિંદેએ તેની સાસુને બેડરૃમમાં બંધ કરી દીધી અને બહારથી કડી મારી હતી.ત્યારબાદ તે
રસોડામાં ગઈ અને ત્યાંથી છરી લઈને વૃદ્ધ સાસુ સુમન શિંદે પર તૂટી પડી ગળા અને હાથ પર છરીના અનેક ઘા કર્યા હતા. આથી,
સાસુ સુમન શિંદેનું મોત નીપજ્યું હતું.
આ બાબતે ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનમાં કેસ
નોંધવામાં આવ્યો છે અને પોલીસે આરોપી અનુપમા શિંદેને કસ્ટડીમાં લઈ વધુ તપાસ શરૃ કરી
છે.


