મહિલાઓને અશ્લીલ વિડીયો મોકલ્યાનું આળ મૂકી ધમકાવ્યા ૪૦
પત્નીના મોબાઈલ પર એપ ડાઉનડોડ કરાવી બનાવટી એફઆઈઆર સહિતના દસ્તાવેજો મોકલ્યાઃ સતત ઓડિયો અને વિડીયો સર્વેલન્સ
મુંબઈ - બદલાપુરના ૬૪ વર્ષીય રહેવાસી સાથે સાયબર છેતરપિંડી કરનારાઓની એક ટોળકીએ ૧.૫૬ કરોડ રૃપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. પોલીસ કર્મચારી હોવાનો દાવો કરીને લગભગ એક મહિના સુધી તેમને ડિજિટલ ધરપકડ હેઠળ રાખ્યા હતા. આરોપીઓએ ૪૦ મહિલાઓને અશ્લીલ સંદેશાઓ અને વીડિયો મોકલવા બદલ નકલી એફઆઈઆરની ધમકી આપી હતી, એમ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે સાયબર ગેંગે તેમને અનેક બનાવટી દસ્તાવેજો મોકલ્યા હતા.એમાં મુંબઈ પોલીસની નકલી એફઆઈઆર અને નકલી ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસનો સમાવેશ થાય છે.આમ આરોપીઓએ તેમને ગંભીર તપાસ હેઠળ હોવાની ખાતરી કરાવવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર બદલાપુરના વૃઘ્ધને ૧૨ ફેબુ્રઆરીથી ૭ માર્ચ સુધી ડિજિટલ એરેસ્ટ હેઠળ રાખવામાં આવ્યા હતા.
આરોપીએ પોલીસ કર્મચારી તરીકે પોતાને રજૂ કરીને વિવિધ મોબાઇલ નંબરો પરથી પીડિતનો સંપર્ક કર્યો હતો.તેમણે દાવો કર્યો કે ફરિયાદી સામે ૪૦ મહિલાઓને અશ્લીલ સંદેશાઓ અને વીડિયો મોકલવા બદલ એફઆઈઆર નોંધાઈ છે.
બદલાપુર પૂર્વ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે વરિ નાગરિકને વધુ ડરાવવા માટે ઠગ ટોળકીએ દાવો કર્યો કે તેમનો આધાર કાર્ડ અને બેંક વિગતો એક અગ્રણી વ્યક્તિ સાથે સંકળાયેલી મની લોન્ડરિંગ કેસની તપાસ સાથે જોડાયેલી છે.
છેતરપિંડી કરનારાઓએ ફરિયાદીને સતત દેખરેખ રાખવા માટે તેમની પત્નીના મોબાઇલ ફોન પર સિગ્નલ મેસેજિંગ એપ ડાઉનલોડ કરવા દબાણ કર્યું.
તેમણે એપ પર ઘણા બનાવટી દસ્તાવેજો મોકલ્યા હતા.એમાં પીડિતના નામે નકલી મુંબઈ પોલીસની એફઆઈઆર,એક બનાવટી બેંક લેટર અને એટીએમ કાર્ડના ફોટાનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે વૃઘ્ધને ખાતરી કરાવવા માટે નકલી ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ પણ મોકલી હતી કે તેઓ ઉચ્ચ સ્તરીય તપાસ હેઠળ છે. ડિજિટલ ધરપકડ ના બહાને સાયબર ગુનેગારોએ સિનિયર સિટિજનને સતત ઓડિયો અને વિડિયો સર્વેલન્સ પર રાખ્યા હોવાથી તેઓ કોઈની મદદ માંગી શક્ય નહોતા.
આરોપીઓએ દાવો કર્યો હતો કે ફરિયાદીને તેમના બેંક ખાતા અને બચતની માહિતી તપાસ માટે આરબીઆઇને આપવી પડશે.આમ ભારે ભયનું વાતાવરણ ઉભું કરીને તેઓ વરિ નાગરિકની બધી નાણાકીય માહિતી મેળવવામાં સફળ રહ્યા હતા.બાદમાં તેમને ધમકી આપી આરટીજીએસ દ્વારા કુલ રૃ.૧.૫૬ કરોડ વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવાની સૂચના આપી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતુ.
ફરિયાદીને બાદમાં ખ્યાલ આવ્યો કે તેઓ છેતરાયા છે. છેવટે તેમણે પોલીસનો સંપર્ક કર્યો અને મામલાની જાણ કરી હતી.
વૃઘ્ધની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮(૨) (ખંડણી), ૩૧૮ (છેતરપિંડી) અને ૬૧(૨) (ગુનાહિત કાવતરું) તેમજ આઇટી એક્ટ હેઠળ અનેક વ્યક્તિઓ સામેએફઆઈઆર નોંધી હતી.
અમે છેતરપિંડી કરનારાઓને તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલા નામો દ્વારા ઓળખી લીધા છે. પરંતુ હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ બેન્કના રેકોર્ડ અને શંકાસ્પદોને શોધવા માટે ગુનાની વધુ તપાસ કરી રહી છે અધિકારીએ કહ્યું હતું.


