Get The App

ઊંઘમાં બાથરૃમને બદલે ઘરની બહાર ગયેલા વૃદ્ધનું લિફ્ટની ડક્ટમાં પડતાં મોત

Updated: Oct 26th, 2025

GS TEAM

Google News
Google News
ઊંઘમાં બાથરૃમને બદલે ઘરની બહાર ગયેલા વૃદ્ધનું લિફ્ટની ડક્ટમાં પડતાં  મોત 1 - image


અડધી રાતે લઘુશંકા માટે જાગ્યા બાદ ઘટના બની

ઘરનો દરવાજો સમજીને લિફ્ટનો દરવાજો ખોલી દેતા સંતુલન ગુમાવીને વૃદ્ધ નીચે પડી ગયા

મુંબઈ -  ડોંબિવલી પશ્ચિમના દેવીચાપડા વિસ્તારમાં એક સોસાયટીમાં રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધ ગાઢ નિંદ્રામાં લઘુશંકા  માટે  શૌચાલયમમાં જવાને બદલે ઘરનો મુખ્ય દરવાજો ખોલીને બહાર ચાલ્યા ગયા હતા. આ બાદ ઘરની બહાર લઘુશંકા કરીને ઘરે પરત ફરવા માંગતા વૃદ્ધે ઘરનો દરવાજો સમજીને સોસાયટીના લિફ્ટનો દરવાજો ખોલ્યો હતો. તે જ સમયે તેઓ સંતુલન ગુમાવી દેતા લિફટના ડક્ટમાં પડી ગયા હતા અને ગંભીર ઈજાના કારણે તેમનું મોત નીપજ્યું હતું.

આ ઘટનામાં ૭૫ વર્ષીય બાબુરાવ તાવડેનું મોત નીપજ્યું હતું. તેઓ દેવચીપાડના સત્યવાન ચોકમાં આવેલી સાઈ બાલાજી આર્કેડ સોસાયટીમાં તેમના પરિવાર સાથે રહેતા હતા.

બાબુરાવને રુધિરાભિસરણની સમસ્યા હતી. તેમની સારવાર ચાલી રહી હતી.  ઘટના સમયે બાબુરાવ લઘુશંકા માટે મધ્યરાત્રિએ ૨.૧૫ વાગ્યાની આસપાસ જાગી ગયા હતા. રાત્રિનો સમય હોવાથી પરિવાર નિંદ્રાધીન હતો. 

જો કે ગાઢ  નિંદ્રામાં હોવાથી બાબુરાવ શૌચાલય જવાને બદલે ઘરની બહાર નીકળી ગયા હતા અને ઘરની બાજુના પરિસરમાં પેશાબ કર્યો હતો.તે પછી ઘરે પાછા જવાનું વિચારીને તે ઘરના દરવાજા તરફ જવાને બદલે સીધા સોસાયટીના લિફ્ટ તરફ ગયા હતા.

આ બાદ લિફ્ટનો દરવાજો ખોલ્યો હતો. જો કે આ સમયે તેઓ અચાનક સંતુલન ગુમાવી દેતા સીધા લિફ્ટ ડક્ટમાં પડી ગયા હતા. મધ્યરાત્રી હોવાથી કોઈ ઘટનાસ્થળે હાજર ન હતું તેથી કોઈ તેમની મદદે આવ્યું ન હતું.આ બાદ સવારે પરિવાર જાગ્યા બાદ તેમના પિતા ઘરે ન મળી આવતા તેમની શોધખોળ કરતા તેઓ લિફ્ટ ડક્ટમાંથી મળી આવ્યા હતા.

આ બાદ આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને પીડીતને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તબિબી તપાસ દરમિયાન તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.


Tags :