Mumbai

એકતા કપૂર અને જીતેન્દ્રએ વરલીનો વૈભવી ફ્લેટ 12.25 કરોડમાં વેંચ્યો

By GS TEAM
29 Jun 20251 min read
એકતા કપૂર અને જીતેન્દ્રએ વરલીનો વૈભવી ફ્લેટ 12.25 કરોડમાં વેંચ્યો

હજી થોડા દિવસો પહેલા જ તેણે અંધેરીમાં એક જમીનનો પ્લોટ ૮૫૫ કરોડ રૃપિયામાં વેંચ્યો હતો

મુંબઇ - એકતાકપૂર અને જીતેન્દ્રએ પોતાનો વરલીનો વૈભવી ફ્લેટ ૮ જુનનારોજ ૧૨. ૨૫ કરોડ રૃપિયામાં વેંચ્યો છે. આ ફ્લેટ તેમણે જુન ૨૦૧૭માં ૧૧. ૫૨ કરોડ રૃપિયામાં લીધો હતો. કિરોક્ના અનુસાર આ ફ્લેંટ ૨૧૪૯ સ્કે. ફૂટમાં ફેલાયેલો છે અને તેને ૫૭,૦૦૩ રૃપિયાનો ભાવ સ્કે. ફૂટ પ્રમાણે મળ્યો છે.ફ્લેટ સાથે ૨ કાર પાર્કિંગનો પણ સમાવેશ છે. હજી થોડા દિવસો પહેલા જ તેમણે અંધેરીમાં ૮૫૫ કરોડ રૃપિયાની પ્રોપર્ટી વેંચી હતી.

તેમનો આ ફ્લેટ વરલીના ઓમકાર૧૯૭૩ં બિલ્ડિંગમાં આવેલો છે. 

હાલ બોલીવૂડ સેલિબ્રિટીઓ પ્રોપર્ટીની લેણે-દેણ કરી રહી છે જેમાં જીતેન્દ્ર પણ સામેલ થઇ ગયો છે. ૨૦૧૬ થી ૨૦૨૫  દરમિયાન અમિતાભ અને અભિષેક બચ્ચન, અક્ષય કુમાર, સુભાષ ઘાઇ, સોનાક્ષી સિંહા તેમજ અન્યોએ પ્રોપર્ટીઓની લે-વેંચ કરી છે. તેમણએ ૫૬.૧ કરોડ રૃપિયાનું  રોાણ કર્યું છે. તેમજ જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં ૧૨૨. ૪૨ કરોડ રૃપિયાની સંપત્તિઓ વેંચી છે.