Get The App

કાશ્મીરમાં ફરી વધુ ફિલ્મોના શૂટિંગ માટે પ્રયાસોઃ ઓમર

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
કાશ્મીરમાં ફરી વધુ ફિલ્મોના શૂટિંગ માટે પ્રયાસોઃ ઓમર 1 - image

એક સમયે કાશ્મીરનો દબદબો હતો

કાશ્મીરમાં સ્થાનિક યુવાનોેને ફિલ્મ કૌશલ્યોની તાલીમ અપાશે

મુંબઈ - જમ્મુ અને કાશ્મીરમાં ફરી મોટાપાયે ફિલ્મ શૂટિંગ શરુ થાય તેવા પ્રયાસો કરાશે એમ જમ્મુ અને ંકાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું. 

ભારતીય સિનેમામાં જમ્મુ અને કાશ્મીરની એક સમયની મહત્ત્વનો ફાળો હતા. તે સમય પાછો  લવાશે એમ તેમણે  નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં (એનએફડીસી)માંના  ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ક્રિએટીવ ટેકનોલોજીસ (આઈઆઈસીટી) કેમ્પસની મુલાકાત વખતે જણાવ્યું હતું. 

તેમણએ કહ્યું હતું કે  જમ્મુ અને કાશ્મીરને ફિલ્મનિર્માણ માટે આકર્ષક સ્થળ બનાવવું હોય તો કૌશલ્યબળ ધરાવતા યુવાનો સ્થાનિક સ્તરે તૈયાર કરવા પડે અને પોસ્ટ પ્રોડકશન ક્ષમતા ઊભી કરવી  જરૃરી છે. 

કાશ્મીરમાં ફિલ્મ શૂટિંગ ઉપરાંત વેલ્યુ એડિશન કરવામાં જમ્મુ અને કાશ્મીરની ભૂમિકા હોવી જોઈએ તેવું અબ્દુલ્લાએ કહ્યું હતું.

જમ્મુ અને કાશ્મીરમાં મોટા ઉદ્યોગો ઊભા કરવાની સંભાવના ઓછી છે તેનો સ્વીકાર કરતા તેમણે કૃષિ, હોર્ટિકલ્ચર, સોફટવેર, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો વિગેરે ક્ષેત્રમાં રોકાણની અપેક્ષા છે તેવું કહ્યું હતું.