પનવેલ સ્ટેશને નાઇજીરિયન મહિલા પાસેથી 35 કરોડનું ડ્રગ્સ જપ્ત
હરિયાણાથી ડ્રગ્સનો જથ્થો પનવેલ લાવી હતી
એનસીબીના બેંગલુરુ યુનિટની ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી
મુંબઇ - નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના બેગલુરુ યુનિટે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પનવેલ ખાતેથી એક નાઇજીરિયન મહિલાની ૩૫ કરોડ રૃપિયાનું મૂલ્ય ધરાવતા ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. ગુપ્ત માહિતીના આધારે આજે સવારે પનવેલ સ્ટેશન પર આ કાર્યવાહી કર વામાં આવી હતી.
આ બાબતે એક પત્રકાર પરિષદને સંબોધતા સરકારી રેલ્વે પોલીસ (જીઆરપી)ના ડેપ્યુટી પોલીસ કમિશનર (સેન્ટ્રલ ઝોન) પ્રજ્ઞાા જેણેએ જણાવ્યું હતું કે બેંગલુરુના એનસીબીના અધિકારીઓને માહિતી મળી હતી કે નાઇજીરિયન મહિલા ફરીદાબાદ (હરિયાણા)થી ડ્રગ્સનો જથ્થો લઇ પનવેલ આવી રહી છે. આ માહિતીના આધારે મહિલાની હિલચાર પર નજર રાખવામાં આવી હતી અને આજે સવારે પનવેલ રેલ્વે સ્ટેશન પર તેની ધરપકડ કરવામાં આવી હતી.
ડીસીપી જેડગેએ જણાવ્યું હતું કે આરોપી મહિલાને બેંગલુરુમાં વધુ કાનૂની કાર્યવાહી માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે સ્થાનિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. જપ્ત કરાયેલા ડ્રગ્સના પ્રકાર અને જથ્થા વિશે ડીસીપી જેડગેએ જણાવ્યું હતું કે કાનૂની ઔપચારિક્તાઓ અને અમૂક પ્રક્રિયા પૂર્ણ થયા પછી ડ્રગ્સના પ્રકાર અને જથ્થા સહિતની ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવશે જો કે સૂત્રોનુસાર આરોપી પાસેથી જપ્ત કરાયેલ ૩.૫ કિલોગ્રામ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત ૩૫ કરોડ જેટલી છે.