Get The App

ડ્રગ્સ તસ્કર સલીમ ડોલાને 8 મે સુધી એનસીબી કસ્ટડીમાં મોકલાયો

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
ડ્રગ્સ તસ્કર સલીમ ડોલાને 8 મે સુધી  એનસીબી કસ્ટડીમાં મોકલાયો 1 - image

તુર્કીયેથી પકડાયેલા ડોલાને  કોર્ટ સમક્ષ રજૂ કરાયો

2023 માં દક્ષિણ મુંબઈથી ૨૦ કિલો મેફેડ્રોન ડ્રગ જપ્તીના કેસમા ંકસ્ટડી અપાઈ 

મુંબઈ -  ગુરુવારે અહીંની એક કોર્ટે કુખ્યાત ડ્રગ તસ્કર અને ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી મોહમ્મદ સલીમ ડોલાને ૨૦૨૩ના ડ્રગ્સ જપ્તીના કેસમાં ૮ મે સુધી નાર્કોેટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.

માર્ચ ૨૦૨૪ માં ભારતની વિનંતી પર જારી કરાયેલ ઇન્ટરપોલ રેડ નોટિસના આધારે ડોલા (૫૯) ની તુર્કીયેમાં ધરપકડ કરવામાં આવી હતી. તે ભારતમાં અનેક માદક દ્રવ્યોની હેરફેરના કેસોમાં વોન્ટેડ હતો અને કાયદા અમલીકરણ એજન્સીઓથી ફરાર હતો.

મંગળવારે તેમને દિલ્હી લાવવામાં આવ્યો હતો.રાષ્ટ્રીય રાજધાનીની એક કોર્ટે તેને મુંબઈ લઈ જવા માટે એનસીબીને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા હતા.

બુધવારે એક ટીમ ડોલાને શહેરમાં લાવી અને ગુરુવારે તેને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (એસ્પ્લેનેડ) કે.એસ. ઝંવર સમક્ષ રજૂ કર્યો હતો.

તપાસ એજન્સીએ આ મામલાની વિગતવાર તપાસ માટે તેમની ૧૦ દિવસની કસ્ટડી માંગી હતી. કોર્ટે ૮ મે સુધી તેને મંજૂરી આપી હતી.

જે ચોક્કસ કેસમાં રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા તે ૨૦૨૩ માં દક્ષિણ મુંબઈમાંથી ૨૦ કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ જપ્ત કરવા સંબંધિત છે.

મૂળ દક્ષિણ મુંબઈના ડોંગરીનો રહેવાસી  ડોલા ડ્રગ ઉત્પાદન અને સપ્લાય ચેઇનમાં સક્રિય રીતે સંકળાયેલો હતો. તપાસકર્તાઓએ જણાવ્યું છે કે વિદેશમાં રહીને તેણે દેશના વિવિધ ભાગોમાં મેફેડ્રોન વિતરણ નેટવર્કનું સંચાલન અને વિસ્તરણ કર્યું હોવાનું માનવામાં આવે છે.