Get The App

ડાઉજોન્સમાં 1,035 પોઇન્ટનો ઉછાળો ગિફ્ટ નિફટીમાં પણ 947 પોઈન્ટનો જમ્પ

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
ડાઉજોન્સમાં 1,035 પોઇન્ટનો ઉછાળો  ગિફ્ટ નિફટીમાં પણ 947 પોઈન્ટનો જમ્પ 1 - image

ટ્રમ્પના પાંચ દિવસના યુદ્વ વિરામના નિવેદનની અસર

ક્રૂડ તેલમાં પણ ૧૫ ટકાનો કડાકો બોલતાં તૂટીને ૯૮.૧૯ ડોલર : વોલેટિલિટી ઇન્ડેક્સ ૧૭ ટકા ઉછળીને ૨૬.૭૩

મુંબઈ: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હાલ તુરત પાંચ દિવસ માટે એટેક નહીં કરવાનું જાહેર કરતાં વૈશ્વિક બજારોમાં મોડી સાંજે તોફાની ઉછાળો આવ્યો હતો. અમેરિકી શેર બજારોમાં ખુલતામાં ડાઉ જોન્સમાં ૮૦૦ પોઈન્ટનો ઉછાળો અને નાસ્દાકમાં ૩૭૫ પોઈન્ટનો ઉછાળો આવ્યા સાથે ગિફ્ટ નિફટીમાં મોડી સાંજે ૯૪૭ પોઈન્ટ જેટલો ઉછાળો નોંધાયો હતો. યુરોપના બજારોમાં પણ ઘટયા મથાળેથી ઝડપી રિકવરી આવી હતી. તો બીજી તરફ ક્રૂડ ઑઇલના ભાવ પણ ઉંચા મથાળેથી તૂટીને નીચે ઉતરી આવ્યા હતા.

વૈશ્વિક ઈંધણ કટોકટીના વકરવાનાએંધાણ વચ્ચે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં અસાધારણ કડાકો બોલાઈ જઈ વોલેટીલિટી ઈન્ડેક્સે પણ ૧૭ ટકાથી વધુ મોટી છલાંગ લગાવી હતી. ઈરાન યુદ્વ સંપૂર્ણ મિડલ ઈસ્ટના દેશોના અસ્તિત્વને ભૂંસી નાખશે એવા ઈરાન અને અમેરિકાના એકબીજા પર પ્રહારો કરવાની ચીમકીને લઈ ભારતની હાલત પણ કટોકટીમાં કફોડી બનવાના સંકેતે  બજારો ડામાડોળ બની ધરાશાયી થયા હતા. જેની સાથે આજે ભારતીય બજારનો વોલેટીલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ પણ ઉછળીને ઈન્ટ્રા-ડે ૨૭ની સપાટી પાર કરી ગયો હતો.

ઈન્ડિયા વીઆઈએક્સ ૨૨.૮૧ સામે આજે ૨૨.૮૧ લેવલે ખુલીને ઉપરમાં ૨૭.૧૭ સુધી ઉછળી જઈ અંતે ૩.૯૨ એટલે કે ૧૭.૧૭ ટકા વધીને ૨૬.૭૩ રહ્યો હતો. ઈરાન સાથે વાટાઘાટ કર્યાના અને હજુ આ મામલે બન્ને દેશો વચ્ચે ચર્ચા થવાના ટ્રમ્પના નિવેદન સામે ઈરાને આવી કોઈ વાટાઘાટ નહીં થયાનું અને ઈરાને આપેલી ધમકીથી ટ્રમ્પ-અમેરિકાએ પીછેહઠ કર્યાના વિરોધાભાસી નિવેદનો વચ્ચે સાંજે ફરી વોલેટીલિટી વધ્યાના નિર્દેશો હતા.

ટ્રમ્પના યુદ્વ પાંચ દિવસ નહીં કરવાના નિવેદને ગિફ્ટ નિફટી ઈન્ડેક્સ પણ મોડી સાંજે ૯૪૭ પોઈન્ટ ઉછળીને ૨૩૪૧૨ની સપાટી પાર કરી ગયો હતો. જે આજે ૨૨૪૫૩થી ૨૩૫૦૦ની રેન્જમાં ફંગોળાયો હતો.

વૈશ્વિક બજારોમાં પણ આજે મોડી સાંજે અમેરિકી શેર બજારમા કામકાજના પ્રારંભિક તબક્કામાં ં ડાઉ જોન્સ ૧૦૩૫ પોઈન્ટ ઉછળીને ૧૦૩૫ અને નાસ્દાક ઈન્ડેક્સ ૪૯૧ પોઈન્ટ ઉછાળીને ૨૨૧૩૮ પર કાર્યરત હતો. જ્યારે યુરોપના દેશોના  બજારોમાં લંડન શેર બજારનો ફુત્સી ઈન્ડેક્સ૩૨ પોઈન્ટનો સુધારો, જર્મનીનો ડેક્ષ ૪૫૦ પોઈન્ટનો ઉછાળો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૧૧૫ પોઈન્ટનો ઉછાળો બતાવતા હતા. જો કે ટ્રમ્પના નિવેદન પૂર્વે એશીયાના બજારો બંધ થઈ ગયા હોઈ જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૧૮૫૭ પોઈન્ટ ૩ ટકાનો કડાકો, હોંગકોંગનો હેંગસેંગ ૮૬૩ પોઈન્ટનો ઘટાડો, તાઈવાન વેઈટેજ ૮૨૧ પોઈન્ટનું ધોવાણ, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૩૭૫ પોઈન્ટનું ગાબડું, ચાઈનાનો શાંઘાઈ કોમ્પોઝિટ ૧૪૪ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.

ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામના નિવેદન બાદ વૈશ્વિક બજારોમાં ક્રૂડ તેલમાં પણ ઉંચા મથાળેથી ૧૫ ટકાનો નોંધપાત્ર કડાકો બોલી ગયો હતો. આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ વધીને ૧૧૪.૪૩ ડૉલર થયા બાદ યુદ્ધ વિરામના અહેવાલો પાછળ ઝડપથી ઘટીને નીચામાં ૯૬ ડૉલર સુધી પટકાયા બાદ મોડી સાંજે ૧૪ ડોલર એટલે કે ૧૨ ટકા જેટલા ઘટીને ૯૮.૧૯ ડૉલર રહ્યા હતા. જ્યારે યુ.એસ. ક્રૂડ ઉંચામાં ૧૦૧.૬૭ થયા બાદ મોડી સાંજે ૧૨ ટકા જેટલા તૂટીને ૮૬.૫૩ ડૉલર ઉતરી આવ્યા હતા.