20 વરસ સુધી શૃતે એનિમેશનનો ડાયરેકટર રહ્યો હતો
મુંબઇ - બાળકોની લોકપ્રિય એનિમેશન સીરીઝ ડોરેમોન કાર્ટૂનના દિગ્દર્શક શિબાયામા સુતોમૂનું ફેંફસાના કેન્સરના કારણે ૮૪ વરસની વયે નિધન થઇ ગયું છે. ૨૦ વરસ સુધી તે આ સીરીઝ સુધી જોડાયેલા હતા.
તેમના નિધનના સમાચાર અજિયા-ડો એનિમેશ વર્કને ૧૭ માર્ચના ઘોષણા કરી હતી કે, તેમનું નિધન ૬ માર્ચના રોજ થઇ ગયું હતું.તેઓ જાપાનમાં ફાધર ઓફ નેશનલ એનિમેશન તરીકે જાણીતા હતા. તેમણે ૧૯૭૯માં ડોરેમોન સીરીઝનુ ંદિગ્દર્શનની શરૃઆત કરી હતી. આ ઉપરાંત તેમણે આ જ ફ્રેન્ચાઇઝ પરઆધીરિત ૨૨ ફીચર ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું.
તેમના અંતિમ સંસ્કારમાં વધુ લોકોને ભેગ ાકરવાનું પરિવારને મન ન હોવાથી તેમની અંતિમ ક્રિયામાં માત્ર પરિવારજનો જ સામેલ હતા.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૨માં જાપાનના કલ્ચરલ અફેયર્સ એજન્સીએ અનિમેશનની દુનિયામાં યોગદાન માટે તેમને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.


