વર્ષીય પતિએ પત્ની સોમે કરેલી અરજી કોર્ટે ફગાવી૭૪
પોતે અને પત્ની છ વર્ષથી જુદા રહેતા હોવાથી તેમના વચ્ચે પારિવારિક સંબંધ નહોતા એવો દાવો ફગાવ્યો
મુંબઈ - પતિ પત્ની લાંબો સમયથી જુદા રહેતા હતા એ બાબત ઘરેલુ હિંસા સામે રક્ષણ આપતા કાયદા હેઠળ કરાયેલી ફરિયાદ રદ કરવાનો આધાર બની શકે નહીં, એવો ચુકાદો હાઈ કોર્ટે આપ્યો છે. ઘરેલુ હિંસાચાર સંરક્ષણ કાયદા હેઠળ પત્નીએ કરેલી ફરિયાદ રદ કરવાની માગણી ૭૪ વર્ષીય વૃદ્ધે કરી હતી. અરજી ફગાવતાં કોર્ટે ઉક્ત ચુકાદો આપ્યો હતો. ફરિયાદ કરવા પૂર્વે પોતે અને પત્ની છ વર્ષથી જુદા રહેતા હોવાથી તેમના વચ્ચે પારિવારિક સંબંધ નહોતા એવો દાવો કરીને પત્નીની ફરિયાદ રદ કરવાની માગણી કરવામાં આવી હતી.
ફરિયાદી અને પ્રતિવાદી બંને ડોક્ટર છે અને દાદર ખાતે પારસી કોલોનીમાં રહે છે. તેમના લગ્ન જાન્યુઆરી ૧૯૭૫માં થયા હતા બે પુત્રો છે પણ ૨૦૧૨થી પતિ પત્ની જુદા રહે છે. ૨૦૧૮માં પત્નીએ કુર્લા મેજિસ્ટ્રેટ કોર્ટમાં પતિ સામે ઘરેલુ હિંસાનો કેસ કર્યો હતો. લગ્ન થયા ત્યારથી અરજદાર તેની સાથે ક્રૂરતા આચરતો હતો અને સતામણી કરતો હતો. એવો આરોપ અરજદારની પત્નીએ કર્યો હતો. તેણે વિવિધ પ્રકારની રાહત અપાવાની માગણી પણ કરી હતી. અરજદારે અરજી ફગાવવાની અરજી કરી હતી.
પત્નીની ફરિયાદ જૂની ઘટના પર આધારીત હતી તે ગઈ ત્યારે બંને વચ્ચે કોઈ પારિવારિક સંબંધ નહોતા.મસ્જસ્ટ્રેટ કોર્ટે અરજી ફગાવી અને સેશન્સ કોર્ટે પણ ૨૦૨૦માં અરજી ફગાવી હતી આથી અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
પત્ની લગ્ન કરીને આવી ત્યારથી જુદી થઈ ત્યાં સુધી તેની સાથે થયેલા અત્યાચારની વિગત હોવાનું હાઈકોર્ટે નોંધ્યું હતું. અરજદારની દલીલ ફગાવી દીધી હતી.
પત્નીએ અરજદાર પર પોતાની જાણ વિના ફ્લેટ વેચવાનો પ્રયાસ કર્યાનો આરોપ પણ કર્યો હતો. આથી ઘરેલુ હિંસાની ફરિયાદ જના મુદ્દા પર હોવા છતાં તાજેતરની ઘટનાનો પણ સમાવેશ છે, એમ કોર્ટે ફગાવતાં સ્પષ્ટ કર્યું હતું.


