રાહુલ ગાંધીએ લંડનમાં સાવકરની બદનામી કર્યાનો કેસ
ભાષણની સીડી નહિ ચાલતાં પેનડ્રાઈવ રજૂ કરાઈઃ રાહુલ ગાંધીના વકીલે પુરાવા માન્ય રાખવા ઈન્કાર કર્યો
મુંબઈ - સ્વાતંત્ર્યવીર સાવરકરે બિટિશરોને માફીનામું લખી આપ્યુું હતું, બ્રિટીશરો તરફથી સાવરકરને મળતા પેન્શન જેવા આરોપોનું ખંડન કરનારા દસ્તાવેજી પુરાવા ફરિયાદી સત્યકી સાવરકરે બુધવારે કોર્ટમાં રજૂ કર્યા હતા. પુરાવાની કોર્ટે નોંધ લીધી હતી. સાવરકર વિશે રાહુલ ગાંધી દ્વારા કથિત વિવાદાસ્પદ નિવેદન પ્રકરણે પુણેની વિશેષ કોર્ટમાં બદનામીનો કેસ ચાલી રહ્યો છે.
સુનાવણી દરમ્યાન લંડનમાં થયેલા વિવાદાસ્પદ ભાષણની સીડી ચાલી નહોવાથી બે પેન ડ્રાઈવ પુરાવા તરીકે રજૂ કરાઈ હતી. ગાંધીના વકીલે નવી પેન ડ્રાઈવ અને તેની સાથે રહેલા નવા પ્રમાણપત્રને કાયદેસર, યોગ્ય કે સ્વીકાર્ય પુરાવા તરીકે સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.
ફરિયાદીના વકીલે નેશનલ આર્કાઈવ ઓફ ઈન્ડિયામાં સાવરકર બાબતના કેટલાંક મહત્ત્વના દસ્તાવેજો પુરાવા તરીકે રજૂ કર્યા હતા. જેમાં સાવરકરે ક્યાંય માફીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ નથી. ભારતીય ક્રાંતિકારીઓએ બ્રિટીશરોને અરજી કરી હતી જે માફી નહોતી. સાવરકરને બ્રિટીશરોએ બ્રિટીશ વિરોધી બેરિસ્ટરની પદવી નકારી હતી. તેમની મિલકતો બ્રિટીશરોએ જપ્ત કરી હતી. તેમને જીવવાનો હક નકાર્યો હતો.તેમને પેન્શન નહીં પણ ૧૯૦૯થી સર્વ રાજ્યકેદીઓને વિશિષ્ટ અલાઉન્સ અપાતું હતું જેને પેન્શન કહી શકાય નહીં.કોંગ્રેસે સાવરકર પરના અત્યાચાર અને તેમને છોડવા સંબંધી ઠરાવ બ્રિટીશરોને મોકલાવ્યો હતો. આ પ્રયાસોને લીધે સાવરકરને કેદમાંથી મુક્તિ અપાઈ હતી. આ મુદ્દા પુરાવા સાથે રજૂ કરાયા હોવાનું વકીલે જણાવ્યું હતું.


