Get The App

બીમારીથી મોત બાદ વીમો પકવવા ડોક્ટર-પોલીસને સાધી અકસ્માત કેસ ઉપજાવ્યો

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
બીમારીથી મોત બાદ વીમો પકવવા ડોક્ટર-પોલીસને સાધી અકસ્માત કેસ ઉપજાવ્યો 1 - image

તબીબ, ચાર પોલીસ કર્મચારી સહિત ૯ની ધરપકડ

2024 માં મૃત્યુ થયું પણ ૨૦૨૫માં અકસ્માત થયાનું ઉપજાવી કાઢ્યું ઃઘરમાં મૃતકની તસવીર પર ઓરિજિનલ તારીખથી  ભાંડો ફૂટયો

મુંબઇ -  મહારાષ્ટ્રના જલગાવ જિલ્લામાં એક વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનું ખોટી રીતે બનાવીને કંપની પાસેથી ૫૦ લાખ રૃપિયાના વીમાના દાવાની રકમ મેળવવાના કેસમાં કાવતરું ઘડવા બદલ પોલીસે નવ જણની ધરપકડ કરી છે.

પકડાયેલા   લોકોમાં મૃતકના પરિવારજનો, ચાર પોલીસ કર્મચારીઓ અને એક ડોક્ટરનો સમાવેશ થાય છે તેવું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

તપાસ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે તે વ્યક્તિનું મૃત્યુ ખરેખર ૨૦૨૪માં લીવરની બીમારીને પરિણામે થયું હતું. જ્યારે મૃતકના પરિવારજનો અને અન્ય આરોપીઓએ તે ૨૦૨૫માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોવાના દાવાને સમર્થન આપવા માટે ખોટા દસ્તાવેજો બનાવીને ખાનગી વીમા કંપનીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો.

આ બાબતે વધુ વિગત આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ વ ીમા છેતરપિંડીની ઘટના ઉત્તર મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના ચાલીસગાવમાં પ્રકાશમાં આવી હતી. જ્યાં આરોપીઓના જૂથે કથિત રીતે બનાવટી માર્ગ અકસ્માતની વાર્તા બનાવીને ૫૦ લાખ રૃપિયાનો વીમો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

આ બાબતે આ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૃતક રાજેન્દ્ર શાલિંદર જાધવની પત્ની અરુણા દ્વારા વીમાની રકમ માટે દાવો દાખલ કરવામાં આવ્યો હતો. તેમના દાવા મુજબ રાજેન્દ્ર જિલ્લાના દહીવાડથી જવા માલેગાંવ મોટરસાઇકલ પર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એક એસયુવીએ તેમના વાહનને  ટક્કર મારી હતી. જેમાં રાજેન્દ્રને ગંભીર ઇજાઓ થઇ હતી. તેમને ચાલીસગાવની ગ્રામિણ  હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યા તેમનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું કહેવાય છે. તેમણે જણાવ્યું હતુ કે આ અકસ્માત સંદર્ભે મેહુનબાર પોલીસ મથકમાં કેસ પણ નોંધવામાં આવ્યો હતો.

પરંતુ જ્યારે વીમા કંપનીએ દાવાની તપાસ કરી ત્યારે ઘણી વિસંગતતાઓ જોવા મળી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે રાજેન્દ્રનું મૃત્યુ ખરેખર તો ફેબુ્રઆરી ૨૦૨૪માં જ થયું હતું. એવું પણ જાણવા મળ્યું હતું કે મૃત્યુનું વાસ્તવિક કારણ લીવર રોગ હતો અને દાવો કરાયેલ અકસ્માત થયો જ નહોતો. આ ઉપરાંત મૃતકના ઘરે રાખવામાં આવેલ તેના ફોટા પર પણ મૃત્યુની તારીખ ૨૩ ફેબુ્રઆરી, ૨૦૨૪ જ લખવ ામાં આવી હતી. તેમનું મૃત્યુ ગ્રામ પંચાયતના રજિસ્ટરમાં નોંધાયેલું પણ નહોતું.

તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતું કે મૃતકના નામે લગભગ દસ અલગ અલગ કંપનીઓ પાસેથી વ ીમા પોલીસીઓ લેવામાં આવી હતી. આ રીતે આનાથી નકલી અકસ્માત કેસનો ઉપયોગ કરીને વીમાના પૈસા માટે દાવો કરવાનું કાવતરું સૂચવાય છે.

સંપૂર્ણ તપાસ બાદ પોલીસે મૃતકની પત્ની, તેના ભાઇ મિથુન જાધવ, ચાલીસગાંવ ગ્રામીણ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. મંદાર કરંબલેકર, પોલીસ કર્મચારીઓ મહેન્દ્ર પાટિલ, સુનિલ નિકમ, રવિન્દ્ર બત્તીસે અને સચિન નિકમ, બીજા એજન્ટ પ્રવ ીણ પાટીલ અને પ્રેમ પાટીલ સામે છેતરપિંડીનો કેસ નોંધી રવિવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. 

તપાસ કર્તાઓનું માનવું છે કે આ પદ્ધતિ અપનાવીને આ જૂથ અનેક વીમા કંપનીઓ પાસેથી લગભગ ૭.૫ કરોડ રૃપિયાનો દાવો કરવાનો પ્રયાસ કર્યો હતો. એક વીમા અધિકારીએ કાળજી પૂર્વક દાવાની તપાસ કરી અને તેમા વિસંગતતાઓ જોયા પછી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો હતો. જેના કારણે સમગ્ર તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.