પતિએ રજૂ કરેલી ચેટ્સના આધારે છૂટાછેડાના આદેશને ફગાવાયો
એક પક્ષની રજૂઆતના આધારે નિર્ણય ન થાય, અન્ય પક્ષને ખંડન કરવા તથા
વળતા પુરાવા રજૂ કરવાની તક મળવી જોઈએઃ હાઈકોર્ટ
મુંબઈ
- નાસિક ફેમિલી કોર્ટ
દ્વારા આપવામાં આવેલા એક પક્ષીય છૂટાછેડાને રદ કરતી વખતે બોમ્બે હાઈકોર્ટે
તાજેતરમાં અવલોકન કર્યું હતું કે, એક પક્ષ દ્વારા રજૂ
કરાયેલા વોટ્સએપ ચેટ સંદેશાઓના આધારે છૂટાછેડા આપી શકાય નહીં, બીજા પક્ષને તેનો ખંડન કરવાની અને અન્ય પુરાવા રજૂ કરવાની તક આપવી જોઈએ.
ન્યાયાધીશ ભારતી ડાંગરે અને મંજુષા દેશપાંડેની ડિવિઝન બેન્ચ, નાસિકની
ફેમિલી કોર્ટના હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ છૂટાછેડાના એકપક્ષીય હુકમનામાને પડકારતી પત્ની દ્વારા દાખલ
કરાયેલી અપીલ પર સુનાવણી કરી રહી હતી.
કૌટુંબિક અદાલતે પતિ દ્વારા બનાવેલા વોટ્સએપ અને એસએમએસ ચેટ્સના આધારે
ક્રૂરતાના કેસને સ્વીકાર્યો હતા. પરંતુ પત્નીને આ
સામગ્રીનો વિરોધ કરવાની કે રદિયો
આપવાની કોઈ તક આપવામાં આવી ન હતી.
ફેમિલી કોર્ટે તારણ કાઢયું હતું કે આ સંદેશાઓ પતિ સામે ગંભીર માનસિક
ક્રૂરતા સમાન છે. ફેમિલી કોર્ટે તારણ
કાઢયું હતું કે આવી દબાણયુક્ત યુક્તિઓ, ભાવનાત્મક બ્લેકમેલ અને અસંયમિત
ભાષાને કારણે પતિ માટે તેની પત્ની સાથે રહેવું અશક્ય બની ગયું છે અને તેથી તે
છૂટાછેડા માટે હકદાર છે.
જોકે,
હાઈકોર્ટે ફેમિલી કોર્ટના અભિગમ સાથે અસંમત થઈને ભાર મૂક્યો કે કોઈ
વિરોધી પ્રક્રિયા ખરેખર થઈ નથી.
પત્ની દ્વારા ઉપરોક્ત પુરાવાઓને
રદિયો આપવાની કોઈ તક આપવામાં આવી ન હતી,એમ બેન્ચે કહ્યું હતું.
તેમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે ટ્રાયલમાં યોગ્ય પુરાવાના અભાવે
ઇલેક્ટ્રોનિક સંદેશાઓ પોતે છૂટાછેડાના હુકમનામાને સમર્થન આપી શકતા નથી.
ફક્ત વોટ્સએપ ચેટ પર આધાર રાખીને, છૂટાછેડાનો
હુકમ મંજૂર કરી શકાતો નથી, કારણ કે તે મુખ્ય પુરાવાઓ દ્વારા
સાબિત થતો નથી,એમ તે સ્પષ્ટપણે કહે છે.
તેથી,
હાઇકોર્ટે નાશિક ફેમિલી કોર્ટના છૂટાછેડાના હુકમને રદ કર્યો અને
કેસને ફરીથી સુનાવણી માટે પાછો મોકલ્યો હતો. પત્નીને પુરાવા રજૂ કરવાની સ્વતંત્રતા
આપવામાં આવી હતી.
તેમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે પતિના વકીલ દ્વારા સૂચવ્યા મુજબ પક્ષકારોને
ફેમિલી કોર્ટ સમક્ષ મધ્યસ્થી દ્વારા સમાધાન શોધવાની સ્વતંત્રતા છે.


