બરતરફ પીએસઆઈ રણજીત કાસળેની સુરત પોલીસ દ્વારા ધરપકડ

કાસળે
સામે સુરતમાં લૂંટનો ગુનો નોંધાયેલો હતો
બીડના
સરપંચ હત્યા કેસમાં આરોપી વાલ્મિક કરાડને
મારવા માટે પોતાને સોપારી ઓફર થયાના દાવો કાસળેએ કર્યો હતા
મુંબઈ -
ગુજરાત પોલીસે સુરતમાં નોંધાયેલા લૂંટના કેસમાં મહારાષ્ટ્રના
લાતુરથી બરતફ કરાયેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રણજીત
કાસળેની ધરપકડ કરી છે, એમ અધિકારીએ સોમવારે જણાવ્યું
હતું. મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની
હત્યા બાદ કાસળેએ વાલ્મિક કરાડ વિશે ઘણાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.
કાસળેએ
કરાડ વિશે ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. તેણે મહારાષ્ટ્રના વરિષ્ઠ
નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
પોલીસે
રવિવારે રાતે કાસળેની ધરપકડ કર્યા બાદ નાટકીય પ્રતિક્રિયા આપતા કહ્યું કે બોસની
ધરપકડ થઈ ગઈ છે.
મહારાષ્ટ્ર
સરકારે આ વર્ષની શરૃઆતમાં કાસળેને બરતરફ કર્યા હતા. કાસળેએ આરોપ લગાવ્યો હતો કે
ગયા વર્ષે બીડના સરપંચ હત્યા કેસમાં મુખ્ય શંકાસ્પદ આરોપી વાલ્મિક કરાડને મારવા
માટે તેને કોન્ટ્રાક્ટ ઓફર કરવામાં આવ્યો હતો.
સુરત
નજીકના પાલ પોલીસ સ્ટેશનમાં કાસળે વિરુદ્ધ લૂંટનો કેસ નોંધાયેલો હતો, આથી ગુજરાત પોલીસની ટીમ
લાતુર પહોંચી હતી. પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી કાસળેને પકડયો હતો, એમ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર સુધાકર બાવકરે જણાવ્યું હતું.
અગાઉ
સુરતના કેસમાં ધરપકડ કરાયેલા અન્ય શંકાસપ્દોએ પૂછપરછ દરમિયાન લૂંટારાઓની ગેંગને
મદદ કરવામાં કાસળેની કથિત સંડોવણી તરફ ધ્યાન દોર્યું હતું.
ગુજરાત
પોલીસની એક સ્પેશિયલ ટીમે બે દિવસ લાતુરમાં પડાવ નાખ્યો હતો.
આ
વર્ષે એપ્રિલમાં બીડ પોલીસે કથિત રીતે વાંધાજનક ટિપ્પણી પોસ્ટ કરવા બદલ અનુસુચિત
જાતિ અને અનુસિચત જનજાતિ સંબંધિત કલમ હેઠળ નોંધાયેલા કેસમાં કાસળેની ધરપકડ કરી
હતી.
કાસળે
સામે અનેક કેસ નોંધાયેલા છે. કાસળેએ એવો પણ સનસનાટીભર્યો દાવો કર્યો હતો કે ગયા
વર્ષે ડિસેમ્બરમાં મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના મખ્ય શંકાસ્પદ
વાલ્મિક કરાડને મારવા માટે તેને મોટી રકમની ઓફર કરવામાં આવી હતી.









