Mumbai

નાગપુરમાં ઘરની બાલ્કનીમાંથી પસાર થતો ફ્લાયઓવર ચર્ચાનો વિષય બન્યો, મગજ ચકરાવે ચઢી જશે

By GS TEAM
14 Sep 20252 mins read
TukuTouch Logo
નાગપુરમાં નવો બંધાતો ફલાયઓવર બ્રિજ ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે આ ફલાયઓવરનો એક હિસ્સો અશોક ચોક સ્થિત એક મકાનની બાલ્કનીમાંથી પસાર થાય છે. આ બાલ્કનીનું દ્રશ્ય સોશ્યલ મિડિયામાં વાઈરલ થયા બાદ દૂર દૂરથી લોકો આ બાલ્કની જોવા ઉમટવા માંડયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાગપુરમાં ઘરની બાલ્કનીમાંથી પસાર થતો ફ્લાયઓવર ચર્ચાનો વિષય બન્યો, મગજ ચકરાવે ચઢી જશે

Nagpur Bridge News : નાગપુરમાં નવો બંધાતો ફલાયઓવર બ્રિજ ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે આ ફલાયઓવરનો એક હિસ્સો અશોક ચોક સ્થિત એક મકાનની બાલ્કનીમાંથી પસાર થાય છે. આ બાલ્કનીનું દ્રશ્ય સોશ્યલ મિડિયામાં વાઈરલ થયા બાદ દૂર દૂરથી લોકો આ બાલ્કની જોવા ઉમટવા માંડયા છે.

નાગપુરમાં દિગોરી અને ઈંદોરાને જોડતા સૌથી લાંબા ફલાયઓવર બ્રિજનું બાંધકામ આગળ વધી રહ્યું છે. આ બ્રિજનો એક ભાગ અશોક ચોકમાં રહેતા પ્રવીણ પત્રેના મકાનની બાલ્કનીની અંદરથી પસાર થાય છે. આમ છતાં પત્રેને કોઈ જ વાંધો નથી.

મકાનમાલિકે કહ્યું હતું કે ફલાયઓવર બ્રિજનું બાંધકામ શરૂ થયું એ પહેલાં સંબંધિત વિભાગ તરફથી સૂચના આપવામાં આવી હતી કે બ્રિજનો ભાગ બાલ્કનીમાંથી પસાર થશે ત્યારે પણ મેં કોઈ વાંધો નહોતો ઉઠાવ્યો. કારણ કે જે બાલ્કનીમાંથી બ્રિજ પસાર થાય છે એ યુટીલીટી એરિયા નથી. બીજું સુરક્ષાની પણ કોઈ ચિંતા નથી. પત્રેની દીકરી સૃષ્ટિ પત્રેએ જણાવ્યું હતું કે ફલાયઓવર બંધાઈ જશે. ત્યાર પછી નોઈઝ રિડકશન માટેની જોગવાઈ કરશું.

દિગોરી- ઈંદૌરા રૂટ પર 9.2 કિલોમીટર લાંબો આ ફલાયઓવર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની દેખરેખમાં 998 કરોડના ખર્ચે બાંધવામાં આવી રહ્યો છે.

આ મામલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નાગપુરના પ્રોજેક્ટ ડિરેકટર સિંહાનો સંપર્ક સાધવામાં આવતા તેમણે સ્પષ્ટતા કરી હતી જે મકાનની બાલ્કનીમાંથી ફલાયઓવરનો હિસ્સો પસાર થાય છે એ બાલ્કની ગેરકાયદે બંધાવેલી છે. એટલે અમે આ બાબતમાં  નાગપુર મહાનગરપાલિકાને પત્ર લખી અનધિકૃત બાલ્કની વિશે જાણ કરી છે. આ ગેરકાયદે બાકની હટાવવાની જવાબદારી મહાપાલિકાની છે.