તેની પત્ની પહેલેથી અમેરિકી નાગરિક છે
ભારતમાં વિઝા લઈને જ આવે છે, આ જ કારણોસર રાજકારણની ઓફર નકારી
મુંબઇ
- સિંગર અને એક્ટર દિલજીત દોસાંજ ભારતીય નહિ પરંતુ અમેરિકી નાગરિક હોવાનો
દાવો થઈ રહ્યો છે. કહેવાય છે કે તેણે ૨૦૨૨થી ભારતની નાગરિકતા છોડી દીધી છે. હવે તે
ભારતમાં વિઝા મેળવીને જ આવે છે અને પરફોર્મ કરે છે.
તાજેતરમાં એવા અહેવાલો પ્રગટ થયા હતા કે દિલજીતને આગામી પંજાબ વિધાનસભા
ચૂંટણી પહેલાં રાજકારણમાં એન્ટ્રી માટે ઓફર થઈ હતી પરંતુ તેણે તે નકારી કાઢી હતી.
હવે એવો દાવો થઈ રહ્યો છે કે દિલજીત
ભારતીય નાગરિક નહિ હોવાથી તે ભારતનાં રાજકારણમાં ઈચ્છે તો પણ આવી શકે તેમ નથી.
દિલજીતની પત્ની અગાઉથી જ અમેરિકી નાગરિક
હોવાનું કહેવાય છે. જોકે, આ સમગ્ર વિવાદ બાબતે આજે મોડે સુધી દિલજીત તરફથી કોઈ સ્પષ્ટતા જારી કરાઈ ન હતી.


