Get The App

80 વર્ષીય વૃદ્ધાની ડિજિટલ એરેસ્ટઃ 1.19 કરોડ પડાવ્યા

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
80  વર્ષીય વૃદ્ધાની ડિજિટલ એરેસ્ટઃ 1.19 કરોડ પડાવ્યા 1 - image

સીબીઆઈનો કેસ થવાની ધમકી આપી ડરાવ્યાં

વૃદ્ધાના બેન્ક ખાતામાં કાળા નાણાના વ્યવહારો થયા હોવાનો આરોપ કર્યો

મુંબઈ -  બેન્ક ખાતામાં કાળા નાણાંના વ્યવહારો થયા હોવાથી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) કાર્યવાહી કરશે એવી ધણકી આપી ૮૦ વર્ષીય વૃદ્ધા સાથે સાયબર ગુનેગારોએ રૃ.૧.૧૯ કરોડની છેતરપિંડી કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ૧૬ ઓગસ્ટના વૃદ્ધાનો મોબાઈલ નંબર પર વીડિયો કોલ આવ્યો હતો. આરોપીએ પોલીસનો યુનિફોર્મ પહેર્યો હતો.  સાયબર ગુનેગારે વૃદ્ધાને ધમકી આપી હતી કે કાળા નાણાના વ્યવહારો માટે તપાસ બેન્ક ખાતાનો ઉપયોગ થયો છે. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે.

આ કેસમાં તમારી અને તમારા પતિની ધરપકડ થવાની શક્યતા છે. ધરપકડથી બચવા તાત્કાલિક પૈસા જમા કરાવવા પડશે.

આ ગભરાઈ ગયેલા  વૃદ્ધાએ આરોપીના બેન્ક ખાતામાં રૃ.૧.૧૯ કરોડ જમા કર્યા હતા ત્યારબાદ આરોપીએ તેમનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો.  છેવટે વૃદ્ધાએ પોલીસનો  સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.