મનોજ કુમારની લઘુ આવૃત્તિ ગણાતા ધીરજ કુમારનું નિધન
દૂરદર્શનના જમાનામાં સિરિયલો પણ બનાવી
રાજેશ ખન્ના સાથે ટેલેન્ટ હટમાં હોડ કરી હતી ઃ ફિલ્મોમાં સહાયક રોલ જ મળ્યા
મુંબઇ - દેશભક્તિની થીમ પરની ટીવી સિરિયલોના કારણે એક સમયે મિનિ મનોજ કુમારનું બિરુદ મેળવનારા પીઢ નિર્માતા અને અભિનેતા ધીરજ કુમારનું ૮૦ વર્ષની વયે ન્યુમોનિયાના કારણે મુંબઈમાં નિધન થયું છે.
ટેલેન્ટ હન્ટમાં રાજેશ ખન્ના અને સુભાષ ઘઈ સાથે ફાઈનલિસ્ટ તરીકે ઉભરી આવેલા ધીરજ કુમારને જોકે ફિલ્મોમાં હંમેશાં સહાયક ભૂમિકાઓ જ મળી હતી. મનોજ કુમારની 'રોટી, કપડા ઔર મકાન' તથા 'ક્રાંતિ' બંનેમાં તેમની ભૂમિકાઓ હતી. તેમણે નિર્માતા તરીકે 'કહાં ગયે વોહ લોગ' ટીવી શો બનાવી ભારે પ્રશંસા મેળવી હતી. તેમની 'ઓમ નમઃ શિવાય' સહિતની સિરિયલો પણ હિટ થઈ હતી.
હિંદી ટીવી અને સિને જગત ઉપરાંત પંજાબી ફિલ્મોમાં પણ તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું હતું.