વેન્ટિલેટર પર હોવાની અફવા ફગાવાઈ
ધર્મેન્દ્ર એક સપ્તાહથી હોસ્પિટલમાં : તબિયત સુધરશે તેવી હેમા માલિનીએ આશા વ્યક્ત કરી
દેઓલ પરિવારે આ અફવા ફગાવી હતી. હેમા માલિનીએ કહ્યું હતું કે તેમની તબિયત ઝડપભેર સુધરશે તેવી આશા છે. ૮૯ વર્ષના ધર્મેન્દ્રને ગયા અઠવાડિયે પણ રૂટિન ચેક અપ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જણાવાયું હતું. જોકે, આજે સવારથી અહેવાલો વહેતા થયા હતા કે ધર્મેન્દ્રની હાલત ઉત્તરોત્તર કથળી રહી છે.
દરમિયાન ધર્મેન્દ્રના સૌથી મોટા પુત્ર અને અભિનેતા સની દેઓલ , રાજવીર અને કરણ દેઓલ, બોબી દેઓલની પુત્રી તાન્યા ઉપરાંત હેમા માલિની પણ અલગ અલગ રીતે હોસ્પિટલ પહોંચ્યા હતા.
સની દેઓલની ટીમ દ્વારા જણાવાયું હતું કે ધર્મેન્દ્રની તબિયત પર નજર રાખવામાં આવી રહી છે પણ તેઓ વેન્ટિલેટર પર નથી. ધરમજી હજી હોસ્પિટલમાં જ છે. ડોક્ટરોએ તેમને ઘરે લઇ જવાની સલાહ આપી નથી. તેમની તબિયત સુધરી રહી છે અને ડોક્ટરો તેમની પર સતત નજર રાખી રહ્યાં છે ચિંતાની કોઇ વાત નથી.
દરમ્યાન, ધર્મેન્દ્રના ચાહકોએ તેમના સારા આરોગ્ય માટે પૂજા હવન શરૂ કર્યા હોવાની તસવીરો સોશ્યલ મિડિયા પર ફરતી થઇ હતી.


