Get The App

અહિલ્યા નગરના ધનંજયે શુભમને 10 લાખમાં નીટનું પેપર આપ્યું હતું

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
અહિલ્યા નગરના ધનંજયે શુભમને 10 લાખમાં નીટનું પેપર આપ્યું હતું 1 - image

નીટનું પેપર ફોડવાનું શુભમ તથા ધનંજયનું કાવતરું

પુણેમાં બ્યુટીપાર્લર ચલાવતી મનિષાએ કેટલાય વિદ્યાર્થીઓનો ધનંજય સાથે સંપર્ક કરાવ્યો

મુંબઈમેડિકલ યુજીમાં પ્રવેશ માટેની નીટ પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં નાસિકના શુભમ ખૈરનારને અહિલ્યા નગરના ધનંજય લોખંડેએ ૧૦ લાખ રુપિયામાં પેપર આપ્યાનું કહેવાય છે.  આ ઉપરાંત પુણેની મનીષા વાઘમારેએ કેટલાય વિદ્યાર્થીઓનો સંપર્ક ધનંજય સાથેકરાવ્યો હતો.  ધનંજયે જ શુભમને ૧૦ લાખ રુપિયામાં પેપર  વેચ્યા બાદ શુભમે ૧૫ લાખમાં તે અન્યોને આપ્યુ ંહતું  અને ત્યાંથી તે દેશભરમાં ફેલાયું હતું. શુભમ તથા ધનંજયની સમગ્ર પેપર લીક કૌભાંડમાં મુખ્ય ભૂમિકા  હોવાનું અત્યાર સુધી સામે આવ્યું છે.

   પુણે   શહેર પોલીસ કમિશનર અમિતેશ કુમારે કહ્યું  હતું કે  પુણેમાં બ્યુટી પાર્લર ચલાવતી મનીષા વાઘમારેને  બિબવેવાડીથી તાબામાં લેવામાં આવી હતી.અમે તેની પૂછપરછ કરી અને વધુ તપાસ માટે તેને સીબીઆઈને સોંપી દીધી છે.  જોકે કુમારે કથિત પેપર લીકમાં મહિલાની ચોક્કસ ભૂમિકા અંગે વિગતવાર માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. ૪૬ વર્ષીય મનીષાએ અનેક વિદ્યાર્થીઓને પેપર મળે તે માટે વચેટિયાની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.

મનીષા   અહિલ્યાનગરથી પકડાયેલા  ધનંજય લોખંડેને મદદ કરી રહી  હોવાનું કહેવાય છે. તપાસમાં  એવું પણ બહાર આવ્યું છે કે મનીષએ કેટલાય વિદ્યાર્થીઆનો ે ધનંજય લોખંડ સાથે સંપર્ક કરાવ્યો હતો.  આ કામગીરી દરમિયાન પોલીસે તેની પાસેથી એક મોબાઇલ ફોન અને લેપટોપ જપ્ત કર્યા  છે. એવું પણ જાણવા મળ્યું છે કે ધનંજય લોખંડે અને મનીષા વાઘમારે વચ્ચેના કેટલાક વોટ્સએપ કોલ અને સંદેશાઓ પણ પોલીસના હાથમાં આવ્યા છે. પુણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આ કાર્યવાહી કરી છે .

નીટ પેપર લીક કેસમાં  સીબીઆઈએ નાસિક પોલીસ પાસેથી શુભમ ખૈરનારની કસ્ટડી લીધી હતી. સીબીઆઈએ મોડી રાત સુધી શુભમ ખૈરનારની પ્રાથમિક પૂછપરછ કરી હતી.