Mumbai
દિવાળીના મૂહુર્તમાં દેવગઢ આફૂસનું નવી મુંબઇ માર્કેટમાં આગમન
By GS TEAM
22 Oct 20251 min read

પહેલી પેટીને બજારમાં વધાવાઈ
પહેલી વાર માર્કેટમાં લક્ષ્મી પૂજન વખતે કેરીનું પણ વેચાણ થયું
મુંબઇ - કોકણના દેવગઢની આફૂસ કેરીનું દિવાળીના મૂહુર્તમાં નવી મુંબઇની ફ્રુટ માર્કેટમાં ગઇ કાલે આગમન થયું હતું. છ ડઝન આફૂસ (અલ્ફાન્ઝો) કેરીની પહેલવહેલી પેટીને વધાવવામાં આવી હતી.
દેવગઢ તાલુકાના પડવણે ગામના આંબા બાગાયતદાર પ્રકાશ શિર્ષેકર તરફથી આ આફૂસ કેરી મોકલવામાં આવી છે. આમ આફૂસની સિઝન દિવાળીમાં જ શરૃ થઇ ગઇ છે.
બજાર સમિતિના દલાલોએ જણાવ્યું હતું કે પહેલી જ વાર લક્ષ્મી પૂજન વખતે આફૂસનું વેચાણ થશે.
બાગાયતદાર શિર્સેકરની આંબાવાડીમાં આંબા પર જુલાઇ મહિનામાં મોર આવ્યા હતા. આમાંથી બે કલમ પર આવેલા મોરની ઉપર પ્લાસ્ટિકનું આવરણ ઢાંકી મોરનું રક્ષણ કર્યું હતું. આમ કાળજીપૂર્વક માવજત કર્યા બાદ પાંચ પેટી જેટલા ફળ આવ્યા હતા.








