સિદ્ધિવિનાયક મંદિરમાં હાર, નાળિયેર લઈ જવા પ્રતિબંધ
11મી મેથી પ્રતિબંધોનો અમલ
ઓપરેશન સિંદૂરની સફળતાના માનમા ખાસ પ્રાર્થના અને આરતી
મુંબઈ - મુંબઈના પ્રભાદેવી ખાતેનાં સિદ્ધિ વિનાયક મંદિરે શ્રદ્ધાળુઓને હાર અને નાળિયર લઈ આવવા પર પ્રતિબંધ મૂકાયો છે. હાલના માહોલને ધ્યાને રાખી સુરક્ષાના કારણોસર આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ંદિરે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવરજવર રહે છે. આ મંદિર બહુ ગીચ વિસ્તારમાં આવેલું છે. આથી સુરક્ષાનાં કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મંદિરના સંચાલન મંડળના સૂત્રોએ જણાવ્યું હતું. આ પ્રતિબંધનો અમલ તા. ૧૧મી મેથી કરવામાં આવશે.
મંદિર પરિસરમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓને મંદિર પરિસરમાં પ્રવેશતાં પહેલાં તેમના મોબાઈલ સ્વીચ ઓફ કરી દેવા જણાવાશે.
બીજી તરફ મંદિરની પોતાની સિક્યોરિટી ઉપરાંત પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યાં છે.
દરમિયાન, ઓપરેશન સિંદૂરની સફળતાના માનમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ ્ પ્રાર્થના અને આરતી પણ યોજવામાં આવ્યાં હતાં.