ડિઝાઈનર અનિક્ષા જયસિંઘાનીને 21 માર્ચ સુધીના પોલીસ રિમાન્ડ
રાજકીય સાંઠગાઠની તપાસ માટે અનિક્ષાની પૂછપરછ કરાશે
ફરાર સહઆરોપી બુકી પિતા સાથે સંપર્કમાં હતી : વિડિયો અને મોર્ફડ ફોટા મોકલીને રૃ. 10 કરોડ માગવાનું કાવતરું હોવાનો દાવો
મુંબઈ : નાયબ મુખ્ય પ્રધાન દવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે ફોજદારી કેસમાં મધ્યસ્થી બદલ રૃ. એક કરોડની લાંચ ઓફર કરવા પ્રકરણે નોંધાવેલી એફઆઈઆરમાં મુંબઈ કોર્ટે ડિઝાઈનર અનિક્ષા જયસિંઘાનીને ૨૧ માર્ચ સુધીની પોલીસ કસ્ટડી આપી છે.
એડિશનલ સેશન્સ જજ ડીડી અલમાલેએ જયસિંઘાની અને પોલીસની બાજુ સાંભળ્યા બાદ આદેશ આપ્યો હતો. આરોપી સાંમે ફોજદારી કાવતરું, ખંડણી અને સરકારી કર્મચારીને ભ્રષ્ટ કરવા પ્રેરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
૨૦ ફેબુ્રઆરીની એફઆઈઆરમાં ફડણવીસે દાવો કર્યો હતો કે ડિઝાઈનર ૨૦૨૧થી ૧૬ મહિનાથી તેના સંપર્કમાં હતી અને ૧૬ વખત તેની સાથે મુલાકાત થઈ હતી. ડિઝાઈનરે ફડણવીસને જાહેર કાર્યક્રમોમાં પોતે તૈયાર કરેલા પોષાક પહેરવા જણાવતાં ફડણવીસે સંમતિ આપી હતી. નાયબ મુખ્ય પ્ર ધાનના સત્તાવાર નિવાસસ્થાને પણ તે અમૃતા ફડણવીસને મળવા ગઈ હતી. તેણે ફડણવીસને અમુક બુકીઓ વિશે માહિતી આપવાની તૈયારી બતાવીને એના થકી બંને પૈસા રળી શકતા હોવાનું જણાવ્યું હતું.
અન્ય પોલીસ કેસમાંથી પોતાના પિતાને ઉગારવા તેણે રૃ. એક કરોડની ઓફર પણ આપી હતી. અમૃતા ફડણવીસે આરોપ કર્યો હતો કે અનિક્ષાએ અજાણ્યા ફોન નંબર પરથી તેને વિડિયો કલિપ, વોઈસ નોટ અને સંદેશા મોકલાવ્યા હતા અને આડકતરી રીતે પોતાની સામે ધમકી આપવા અને કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. મુખ્ય સરકારી વકિલ જયસિંહ દસાઈએ દલીલ કરી હતી કે આરોપીનો ફરિયાદીના પતિનો દુરુપયોગ કરવાનો ઈરાદો હતો.
તપાસ દરમ્યાન અમુક વિડિયો અને તસવીરો મળી હતી જે સરકારી કર્મચારી સામે કાવતરું ઘડાયું હોય એવા પ્રકારની હતી.વિડિયો ક્લિપ ફોરેન્સિક લેબમાં મોકલાવી છે અને અમુક મોર્ફ કરેલા ફોટા હતા જેના મારફત વધુ રૃ. ૧૦ કરોડ પડાવવા તૈયાર કરાયા હોવાનું પણ જણાવાયું હતું. ફડણવીસે જવાબ નહીં આપતાં ધમકાવવા વોઈસ નોસ મોકલવાનો પ્રયાસ કર્યો હતો. અનિક્ષાના પિતા બુકી છે અને સહઆરોપી છે જે ફરાર છે અને ૧૭ કેસ નોંધાયેલા છે. સરકારી વકિલે દાવો કર્યો હતો કે જયસિંઘાની સામે તેના પિતા સાથે અન્ય ખંડણીનો કેસ પણ નોઁધાયો છે, જેમા ંતેના પિતા ફરાર છે અને તે તેના પિતાના સંપર્કમાં હતી.આ પ્રકરણ એટલું સરળ નથી. તપાસ કરવી જરૃરી છે. આમાં સંકળાયેલા તમામ લોકોને બહાર લાવવાની અને રાજકીય સાઠગાંઠ તપાસવાની જરૃરી છે.
અનિક્ષાનવકિલે કોર્ટને જણાવ્યંંુ હતું કે ૧૭માંથી ૧૩ કેસ સેટલ થઈ ગયા છે. એફઆઈઆર બહુ પહેલાની છે અને તેમેને કોઈ નોટિસ આપવામાં આવી નહોતી. જો તેમને લાગતું હોય કે પુરાવા સાથે ચેડાં થઈ શકે છે તો તેઓ એ વખતે જ તેમને ચિંતા થવી જોઈતી હતી. અત્યારે કેમ ધરપકડ કરવામાં આવી? અનિક્ષાએ પોતે લો સ્ટુડન્ટ હોવાની દલીલ પણ કરીં હતી. પિતા સામે કેસ હોવાને કારણે પોતે પણ કસ્ટડીમાં રાખવામાં આવશે? પોતે કોઈ કેસમાં આરોપી નથી, એમ તેણે વકિલ મારફત કોર્ટને જણાવ્યું હતું.