પરિવારે લગ્ન માટે રાહ જોવા કહેતાં હતાશ યુવકની આત્મહત્યા

19 વર્ષના યુવકને બે વર્ષ રાહ જોવા કહ્યું હતું
ઝારખંડમાં વતનમાં એક યુવતીના પ્રેમમાં હતો અને લગ્ન કરવા માંગતો હતો
મુંબઇ - ડોમ્બિવલીમાં ૧૯ વર્ષીય યુવકે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના લગ્ન મુલતવી રાખવાના આગ્રહને કારણે માનસિક તણાવમાં યુવકે અંતિમ પગલું ભર્યું હતું, એમ પોલીસે જણાવ્યુ ંહતું.
મૂળ ઝારખંડનો યુવક તેના પરિવાર સાથે ડોમ્બિવલીમાં રહેતો હતો. યુવકને તેના મૂળ વતનમાં એક છોકરી સાથે પ્રેમ થઇ ગયો હતો તે તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ તેના પરિવારે લગ્ન માટર્કાયદેસર રીતે માન્ય ૨૧ વર્ષની ઉંમર સુધી રાહ જોવા કહ્યું હતું. આ ઇનકારથી તે માનસિક રીતે ભાંગી ગયો હતો.
આમ હતાશામાં યુવકે ઘરની છત સાથે સ્કાર્ફથી ફાંસી લગાવી દીધી હતી. પરિવારજનો તેને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. કમનસીબે તે બચી શક્યો નહીં ડૉકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધી વધુ તપાસ આદરી છે.

