Get The App

નાલાસોપારામાં આત્મદાહની ચિમકી સાથે રહીશો રસ્તા પર ઉતરતાં ડિમોલિશન ઠપ

Updated: Feb 6th, 2025

GS TEAM


Google News
Google News


41 ઈમાનાલાસોપારામાં આત્મદાહની ચિમકી સાથે રહીશો રસ્તા પર ઉતરતાં ડિમોલિશન ઠપ 1 - imageરતોના તોડકામમાં અચાનક તંગદિલીના કારણે વિઘ્ન

વધારાની પોલીસ કૂમક ખડકી રહીશોને વિખેરવામાં આવ્યાઃ પાલિકાએ આ ડિમોલિશન કેમ કરવું પડયું છે તે સમજાવવા વકીલોને મોકલ્યા

મુંબઈ - નાલાસોપારામાં ૪૧ ગેરકાયદેસરઈમારતો સામેનીકાર્યવાહીમાંબુધવારે મોટી સંખ્યામાં રહેવાસીઓ કાર્યવાહી સામે રસ્તા પર ઉતરી આવતાં ભારે તંગદિલી સર્જાઈ હતી.  એથી  પરિસ્થિતિને કાબુમાં લેવા તાત્કાલિક વધારાની પોલીસ ફોર્સ બોલાવવી પડી હતી. આ તંગદિલીને પગલે બુધવારે કોઈ કાર્યવાહી થઈ શકી ન હોતી.

નાલાસોપારા-ઈસ્ટમાં આવેલી ૪૧ અનધિકૃત ઈમારતો સામે વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી કરી રહી છે. આ કામગીરી ૨૩ જાન્યુઆરીથી શરૃ થઈ છે. અત્યાર સુધીમાં મહાપાલિકાએ ૧૬ ઈમારતો ખાલી કરાવીને જમીન દોસ્ત કરી શક્યા છે.બુધવારે સવારે રાબેતા મુજબ મહાનગરપાલિકાની ટીમ કાર્યવાહી માટે ગઈ હતી. પરંતુ, ઇમારતોના મોટી સંખ્યામાં રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કાર્યવાહીનો ભારે વિરોધ કર્યો હતો. અમારું પુનર્વસન કરો, નહીં તો અમે આત્મદહન કરીશું, એવો રહેવાસીઓએ રસ્તા પર દેખાવો કર્યો હતો. જેના કારણે થોડો સમય તંગદિલી સર્જાઈ હતી.  તેને પગલે વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. વાલિવ, તુલિંજ, આચોલે, વિરાર પોલીસ મથકના અધિકારીઓ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને રસ્તાઓ બંધ કરી દીધા હતા. આ પછી હળવા પોલીસ બળનો ઉપયોગ કરતાં રહીશો વિખેરાઈ ગયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાયોટ કંટ્રોલ ટીમ, મહારાષ્ટ્ર સુરક્ષા દળના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

અત્યાર સુધીની કાર્યવાહીમાં કોઈ મોટો ઉગ્ર વિરોધ થયો નહોતો. પરંતુ, કેટલાક સંગઠનાની દોરવણી હેઠળ રહીશોએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ, અમે મધ્યસ્થી દ્વારા રહેવાસીઓને સમજણ આપવામાં સફળ થયા છીએ, એમ મહાનગરપાલિકાની અનધિકૃત બાંધકામ વિરોધી ટીમના પ્રમુખ ડેપ્યુટી કમિશનર દીપક સાવંતે જણાવ્યું હતું. ઘરના બદલામાં ઘર આપવામાં આવશે એવું લોકોને કહેવામાં આવ્યું હતું. પરંતુ, આ કિસ્સામાં અનધિકૃત બાંધકામ હોવાથી તે રીતે ઘરના બદલામાં ઘર આપી શકાય તેમ નથી.  આ કાર્યવાહી સુપ્રિમ કોર્ટના આદેશ પર કરવામાં આવી રહી છે, એમ પણ લોકોને સમજાવવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા કાયદેસર છે તેની ખાતરી કરવા માટે મહાનગરપાલિકાએ પેન પરના વકિલોને પણ ઘટનાસ્થળ પર લાવ્યા હતા.

અમે જઈએ તો ક્યાં જઈએ? રહીશોનો પ્રશ્ન

અમને ઘરોખાલી કરવામાં કહેવામાં આવી રહયું છે.પરંતુ, બીજી તરફ, ભાડા પરઘર ખરીદવા માટે ૫૦,૦૦૦ ડિપોઝિટ કેવી રીતે અને ક્યાંથી લાવીએ? આ પ્રશ્ન એક રહેવાસી મહિલાએ કર્યો હતો. કેન્દ્ર સરકાર કહે છે ઘરના બદલામાં ઘર અપાશે, તો અમને બીજું ઘર આપો એવું આ મહિલા રહેવાસીએ આંખમાં આસું સાથે કહયું હતું. અમારા ઘર આટલા વર્ષોથી અનધિકૃત નહોતા. અમારી પાસેથી ટેક્સ લેવામાં  આવ્યો, અમને મતદાનનો અધિકાર પણ અપાયો. હવે અચાનક અમારાં ઘરો ગેરકાયદે જાહેર કરી દેવાયાં છે.અમે ઘર ખાલી કરીને જઈએ તો કયાં જઈએ એવો પ્રશ્ન રહેવાસીઓએ ઊભો કર્યો હતો. 

છેલ્લી ઈમારત ન તૂટે ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત 

બધી જ ૪૧ ઈમારત ખાલી કરવામાં આવશે. તેના માટે કોઈ સમય મર્યાદા નથી. આ વિશે ડેપ્યુટી કમિશનર દીપક સાવંતે કહયુંહતું કે, લોકો પર કોઈ દબાણ કર્યા વગર કાર્યવાહી કરવામાં આવશે. અમે આ ઓપરેશન માટે જરૃરી એટલું પોલીસ ફોર્સ આપીશું. આ વિશે સર્કલ-ટૂ ના ડેપ્યુટી પોલીસ કમિશનર પૂણમા ચૌગુલે-શ્રીંગીએ માહિતી આપી હતી કે, જ્યાં સુધી છેલ્લી ઇમારત તૂટે નહિ ત્યાં સુધી પોલીસ સ્થળ પર તૈનાત રહેશે.


Tags :