પુરુષોત્તમ ચવ્હાણ તથા તેમની માતાના ડિમેટ ખાતાં ફ્રિઝ કરી દેવાયાં
છેતરપિંડી કેસમાં આઈપીએસ અધિકારીના પતિ સામે કાર્યવાહી
સસ્તામાં ફલેટના નામે ૨૫ કરોડની છેતરપિંડીની મોટાભાગની રકમનું શેરબજારમાં રોકાણ કરાયું હોવાનું તપાસમાં ખુલ્યું
મુંબઇ - મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખા (ઇઓડબ્લ્યુ)અ છેતરપિંડીના કેસમાં આઇપીએસ અધિકારી રશ્મિકરંદીકરના ૫૩ વર્ષીય પતિ પુરુષોત્તમ ચવ્હાણ અને તેમની માતા ઉર્મિલાના ડીમેટ ખાતા ફ્રીઝ કરી દીધા છે. પોલીસે જણાવ્યું હતું કે રૃા.૨૪.૭૮ કરોડની છેતરપિંડીની રકમમાંથી મોટાભાગની રકમ ચવ્હાણ અને તેમની માતાના નામે શેરબજારમાં રોકવામાં આવી હતી. પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે પુરુષોત્તમ ચવ્હાણની માતાના ખાતામાં લગભગ રૃા.૨.૬૩ કરોડ ટ્રાન્સ્ફર કરવામાં આવ્યા હતા.
આ સંદર્ભે આર્થિક ગુના શાખાના એક અધિકારીએ જણાવ્યુ ંહતું કે અમે પુરુષોત્તમ ચવ્હાણ અને તેમની માતા ઉર્મિલાના ડીમેટ ખાતા ફ્રીઝ કરી દીધા છે. અમે જ્યારે ૨૦મેના રોજ રૃા.૨૪.૭૮ કરોડના છેતરપિંડીના કેસમાં ચવ્હાણની ધરપકડ કરી ત્યારે તેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે પૈસા વિવિધ ડીમેટ ખાતાઓમાં ટ્રાન્સ્ફર કરવામાં આવ્યા હતા અને શેરબજારમાં રોકાણ કરવામાં આવ્યું હતું.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે ચવ્હાણ પહેલા તેમના એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સ્ફર કરતા અને ત્યાંથી આ રકમ તેમની માતાના ખાતામાં અને અંતે ડીમેટ ખાતામાં ટ્રાન્સ્ફર કરવામાં આવતી હતી. આ રીતે ચવ્હાણે ૨૦૧૭થી ૨૦૨૪ સુધી ઈ રીતે પૈસા ટ્રાન્સ્ફર કર્યા હતા. આ બાબતે એક પોલીસ અધિકારીએ જણાવ્યુ ંહતું કે અમે સંબંધિત શેરબ્રોકિંગ ફર્મને પત્ર લખીને ચવ્હાણ અને તેની માતા બન્નેના ડીમેટ ખાતાઓની ડેબિટ અને ક્રેડિટ સુવિધા ફ્રીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આર્થિક ગુના શાખાએ આ વર્ષે ફેબુ્રઆરીમાં ચવ્હાણ અને અન્ય આઠ લોકો સામે ૧૯ લોકોને ડિસ્કાઉન્ટેડ દરે સરકારી ફલેટ આપવાનું વચન આપીને રૃા.૨૪.૭૮ કરોડની છેતરપિંડી કરવાનો કેસ નોંધ્યો છે. રૃા.૨૬૩.૯૫ કરોડના આવકવેરાના રિફેડ બાબતના છેતરપિંડીના એક કેસમાં ઇડી દ્વારા ચવ્હાણની ધરપકડ કરવામાં આવ્યા બાદ આ છેતરપિંડી પ્રકાશમાં આવી હતી.
તપાસ દરમિયાન ઇડીએ કોલાબાના તેમના ઘરેથી મિલકત નોંધણીના વિવિધ દસ્તાવેજો મળી આવ્યા હતા જે આર્થિક ગુના શાખાને સોંપવામાં આવ્યા હતા. ૫૭ વર્ષીય કેદાર દિઘવેકરની ફરિયાદ પર ઇડીના તારણોના આધારે આર્થિક ગુના શાખાએ કેસ નોંધ્યો હતો. જેમની સાથે કથિત રીતે રૃા.૩.૫ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.