પર્યાવરણ પ્રેમીઓનો મુક મોરચો
પર્યાવરણનાં સ્થળોએ વિકાસના નામે
સિમેન્ટ કોન્ક્રેટના ઝોન બની રહ્યાંનો આરોપ
મુંબઈ - નવી મુંબઇના નેરુલ અને તેની નજીકના સમુદ્રકિનારાના
વિસ્તારમાં ફ્લેમિંગો સહિત અન્ય યાયાવરી પક્ષીઓની વસાહતોનો અને વેટલેન્ડ્ઝનો નાશ
થઇ રહ્યો હોવાથી પર્યાવરણ પ્રેમીઓએ ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. પર્યાવરણ પ્રેમીઓએ
આજે શનિવારે નેરુલમાં શાંત મોરચો કાઢ્યો હતો.
પર્યાવરણ પ્રેમીઓએ આજે વિશ્વ યાયાવરી દિવસ(વર્લ્ડ માઇગ્રેટરી
બર્ડ્ઝ ડે) નિમિત્ત ે નેરુલના એનઆરઆઇ કોમ્પ્લેક્સથી ડીપીએસ વેટલેન્ડ્ઝ સુધી શાંત મોરચો કાઢ્યો હતો.
પર્યાવરણ પ્રેમી સંસ્થાઓએ ચિંતા
વ્યક્ત કરતાં કહ્યું હતું કે નેરુલ અને
તેની નજીકનાં સમુદ્રકાંઠાના વિસ્તારમાં આવેલા ફ્લેમિંગોની વસાહતોનું અને ફ્લેમિંગો
લેક્સ( સરોવર)નું રક્ષણ થવું જરૃરી છે.
સરકારી એજન્સીઓ વિકાસ યોજનાઓના
નામે પર્યાવરણની દ્રષ્ટિએ મહત્વનાં સ્થળોએ સિમેન્ટ કોન્ક્રેટ ઝોન્સ બનાવે છે.
પરિણામે ફ્લેમિંગો સહિત અન્ય વિદેશી
પક્ષીઓનાં રહેઠાણોના અસ્તિત્વ સામે જોખમ
સર્જાઇ રહ્યું છે.


