Get The App

નાયલોન માંજાના વેચાણને રોકવા માટે કડક પગલાં લેવાની માગ

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
નાયલોન માંજાના વેચાણને રોકવા માટે કડક પગલાં લેવાની માગ 1 - image

મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપાધ્યક્ષેની હાકલ

સુતરાઉ દોરાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો

મુંબઈ -  મકરસંક્રાત વેળા પતંગ ચગાવતા કેટલાક નાયલોનના માંજાનો ઉપયોગ કરે છે. આ નાયલોન માંજાના વેચાણને રોકવા માટે મજબૂત અમલીકરણની હાકલ કરી છે. કારણ કે એક પ્રકારનો દોરો છે જે અનેક ઇજાઓ અને મૃત્યુ સાથે જોડાયેલો છે. આનાથી પક્ષીઓને પણ ખૂબ જ તકલીફ થાય છે.એમ મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોર્હેએ જણાવ્યું હતું.

નાયલોન માંજા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદો અને તેનું ઓનલાઈન વેચાણ બંધ કરો, કડક પગલાં લો, એવી તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સુપરત કરેલા એક રજૂઆતમાં જણાવ્યું હતું.

ગોર્હેએ કેન્દ્રીયમંત્રી પીયૂષ ગોયલ અને રાજ્યના પર્યાવરણ અને ગૃહ વિભાગોને પત્ર લખીને નાયલોન માંજાના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ, પરિવહન અને ખાસ કરીને ઓનલાઈન વેચાણ પર અસરકારક નિયંત્રણો લાદવાની માંગ કરી છે.તેમણે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સરકારે પહેલાથી જ નાયલોન માંજા પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ તેનું અમલીકરણ યોગ્ય રીતે થતું નથી.

તેમણે વર્ધા, નાસિક, ભિવંડી અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં નાયલોન માંજાથી થતી ઇજાઓને કારણે થયેલા મૃત્યુના બનાવો પર પ્રકાશ પાડયો હતો.

ગોર્હેએ જણાવ્યું હતું કે, તીક્ષ્ણ અને બિન-વિઘટનશીલ દોરાથી પક્ષીઓ અને અન્ય પ્રાણીઓના મોટા પાયે મૃત્યુ ઉપરાંત, ટુ-વ્હીલર સવારો, રાહદારીઓ અને પોલીસ કર્મચારીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે.

ગોર્હેેએ દાવો કર્યો હતો કે નાયલોન માંજા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ફિશિંગ લાઇન, નાયલોન થ્રેડ અને સ્ટ્રોંગ વાયર જેવા વૈકલ્પિક નામોથી સરળતાથી ઉપલબ્ધ છે. તે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ગ્પ પર પણ ઇકો-ફ્રેન્ડલી અથવા સુતરાઉ દોરા જેવા ભ્રામક લેબલ હેઠળ વેચાઈ રહ્યું છે.

 ગોર્હેેએ માંગ કરી હતી કે કેન્દ્ર ઈ-કોમર્સ કંપનીઓને મહારાષ્ટ્રમાં આવી સામગ્રીની ડિલિવરી બંધ કરવા માટે તાત્કાલિક નિર્દેશો જારી કરવો જોઈએ.કડક અમલ માટે હાકલ કરતા, તેમણે બજારો, ગોડાઉન અને સ્ટોક પોઈન્ટ પર દરોડા પાડવા અને સ્ટોક જપ્ત કરવા માટે જિલ્લા સ્તરીય વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવાનું સૂચન કર્યું હતું.

આ નાયલોન દોરા બાબતે ગુનાઓ લાગુ પડતી જોગવાઈઓ હેઠળ નોંધવા જોઈએ, જેમાં ગુનાહિત હત્યા, પ્રાણીઓ પ્રત્યે ક્રતા નિવારણ અધિનિયમ અને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમનો સમાવેશ થાય છે.

ગોર્હેએ પર્યાવરણને અનુકૂળ સુતરાઉ દોરાને પ્રોત્સાહન આપવા અને ખાદી, ગ્રામોદ્યોગ અને સ્થાનિક ઉત્પાદકોને સલામત વિકલ્પો ઉત્પન્ન કરવા માટે નાણાકીય સહાય, તાલીમ અને પ્રોત્સાહનો આપવા હાકલ કરી હતી.