દિલ્હી પોલીસે વસઇમાં ધામા નાખ્યા અત્યાર સુધીમાં અંદાજે 13 જણની પૂછપરછ


- શ્રદ્ધા વાલકર મર્ડર કેસ

મુંબઇ: શ્રદ્ધા વાલકર હત્યાકાંડ પ્રકરણમાં દિલ્હી પોલીસે વસઇમાં પડાવ નાખ્યો છે. તેમણે અંદાજે 13 જણની પૂછપરછ કરી છે.

મુંબઇના ડોક્ટર પાસે શ્રદ્ધાએ રૂટ કેનલ કરાવ્યું હતું. દિલ્હી પોલીસ આ ડોક્ટરની માહિતી મેળવી તેનું નિવેદન નોંધવાની છે.

વર્ષ 2020માં શ્રદ્ધાની મારપીટ કરવાના મામલે ત્રણ જણના નિવેદન નોંધવામાં આવ્યા છે. આ ચકચારજનક કેસમાં પુરાવા એકઠા કરવા દિલ્હી પોલીસની ટીમ વસિમાં રોકાઇ છે.

શ્રદ્ધા અને આફતાબ નાયગાવમાં એક બિલ્ડીંગમાં ભાડાના ફ્લેટમાં રહેતા હતા. પોલીસે તેના માલિકનું નિવેદન પણ નોંધ્યું છે. તેમજ આફતાબના માતા-પિતા વસઇમાં રહેતા હતા. તે સોસાયટીના અધ્યક્ષનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે.

આ સિવાય બંનેના મિત્ર, બહેનપણી ગોડવીન અને શિવાની મ્હાત્રે, રાહુલ રોય, મુવ્હર્સ એન્જ પેકર્સના યાદવ સહિત કોલ સેન્ટરના મેનેજરની દિલ્હી પોલીસે પૂછપરછ કરી જવાબ નોંધ્યો છે.  દિલ્હી પોલીસે આફતાબની અન્ય ત્રણ ગર્લફ્રેન્ડની પૂછપરછ માટે બોલાવી હોવાની માહિતી મળી છે.

City News

Sports

RECENT NEWS