Mumbai

દીપિકા પદુકોણ ભારત સરકારની મેન્ટલ હેલ્થની પ્રથમ એમ્બેસેડર બની

By GS TEAM
12 Oct 20251 min read
દીપિકા પદુકોણ ભારત સરકારની  મેન્ટલ હેલ્થની પ્રથમ  એમ્બેસેડર બની

અભિનેત્રી મંત્રાલય સાથે મળીને કરશે કામ

મુંબઈ -  દીપિકા પદુકોણ ભાતસરકારની મેન્ટલ હેલ્થની પ્રથમ એમ્બેસેડર બની છે.અભિનેત્રી મંત્રાલય સાથે મળીને માનસિક સ્વાસ્થ્ય બાબતાના દરેક કાર્યો પર ધ્યાન આપશ.ે માનસિક સ્વાસ્થ્ય માટે દીપિકા પદુકોણે સમાજમાં જાગરૃકતા ફેલાવવા પર મોટું પગલું ભર્યું છે.

દીપિકા પદુકોણે આ બાબતે કહ્યું હતું કે, મને કેન્દ્રીય સ્વાસ્થ્યઅનેપરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી પ્રથમ માનસિક સ્વાસ્થ એમ્બેસેડર બનવાનું સમ્માન મળવાથી હું ગર્વ અનુભવી રહી છું. હું મંત્રાલય સાથે મળીને આ કામને આગળ વધારવા માટે સહાયરૃપ બનીશ અને આપણ ાદેશના માનસિક સ્વાસ્થ્યને મજબૂત કરવાનો એક મુખ્ય હિસ્સો બનીશ.હું લકોને સમજાવીને આ બીમારીમાંથી બહાર આવવા માટે પ્રોત્સાહિત કરીશ તેમજ મેન્ટલ હેલ્થ સાથેજોડાયેલી ખોટી ધારણાઓને દૂર કરવાના પ્રયાસ કરીશ.

દીપિકા પદુકોણને કેન્દ્ર સરકારના સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દેશની પ્રથમ માનિસક સ્વાસ્થ્ય એમ્બેસેડર તરીકેની પસંદગી કરવામાં આવી છે. દીપિકા આ મુદ્દે જાગરૃકતા  ફેલાવવા, આ વિષયો પર ચર્ચા કરીને લોકોને  સમજાવશે તેમજ મેન્ટલ હેલ્થ બાબત જાણકારી આપવામાં સરકાર અને જનતાને મદદ કરશે.