Mumbai
દીપિકાનો વિશ્વની સૌથી પ્રભાવશાળી 90 મહિલાઓમાં સમાવેશ
By GS TEAM
29 Jul 20251 min read

સેલેના ગોમેઝ, એન્જલિના જોલી સાથે લિસ્ટમાં સામેલ
હોલીવૂડ વોક ઓફ ફેમ પછી બીજું આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યુું
મુંબઇ - દીપિકા પદુકોણે વિશ્વભરમાં પ્રભાવ સર્જનારી ૯૦ મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં સેલેના ગોમેઝ, એન્જલિના જોલી સહિતની અભિનેત્રીઓ સામેલ છે.
'ધી શિફ્ટ' દ્વારા એક્ટિવિઝિમ, રચનાત્મકતા, લીડરશીપ અને કલ્ચરલ ઈમ્પેકટની રીતે પ્રભાવ સર્જનારી મહિલાઓની આ યાદી તૈયાર કરી છે.
દીપિકાએ પોતે સોશિયલ મીડિયા પર આ લિસ્ટમાં પોતાના સમાવેશની વાત શેર કરી હતી. દીપિકો લખ્યું હતું કે વ્યવસાયિક સફળતા ઉપરાતં માનસિક સ્વાસ્થય માટે તેણે કરેલી પ્રેરણારુપ કામગીરી બદલ તેનો આ યાદીમાં સમાવેશ કરાયો છે.
દીપિકા માટે આ વધુુ એક આંતરરાષ્ટ્રીય સન્માન છે. થોડા સમય પહેલાં તેણે હોલીવૂડ વોક ઓફ ફેમમાં સ્થાન મેળવ્યું હતું.









