Get The App

દીપક તિજોરી સાથે ફિલ્મ ફંડિગના બહાને રૃા. 2.5 લાખની છેતરપિંડી

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
દીપક તિજોરી સાથે ફિલ્મ ફંડિગના બહાને રૃા. 2.5 લાખની છેતરપિંડી 1 - image

પૈસા મળી ગયા બાદ મહિલાએ ફોન ઉપાડવા બંધ કર્યા

આરોપીએ ફિલ્મ નિર્માતા અને મ્યુઝિક કંપની સાથે સંકળાયેલા હોવાનો દાવો કરી છેતરપિંડી આચરી

મુંબઇ બોલીવૂડ અભિનેતા દિગ્દર્શક-નિર્માતા દીપક તિજોરી સાથે તેની આગામી ફિલ્મ માટે  પૈસાની વ્યવસ્થા કરવાના બહાને રૃા.૨.૫ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલામાં ત્રણ વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ગોરેગાવ (પશ્ચિમ)માં રહેતા  દીપક તિજોરી (ઉ.વ.૬૩) ૧૯૯૦થી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે. હાલમાં તેઓ એક ફિલ્મ બનાવવા માંગતા હતા તિજોરી તેની નવી ફિલ્મ માટે નાણાકીય સહાય માંગી રહ્યો હતો.

દરમ્યાન મિત્રએ તેની એક આરોપી સાથે  ઓળખાણ કરાવી હતી. આરોપીએ એક મ્યુઝિક કંપની સાથે સંકળાયેલા હોવાનો દાવો કર્યો હતો.

પછી તિજોરીનો પરિચય એક મહિલા આરોપી સાથે થયો હતો. તેણે ફિલ્મ નિર્માતા હોવાનો દાવો કર્યો હતો. મહિલા આરોપીએ ખાતરી આપી હતી કે તે ફિલ્મ માટે રોકાણકારો મેળવવામાં મદદ કરી શકે છે. મહિલાએ કામ પૂર્ણ કરવા માટે રૃા. પાંચ લાખની માગણી કરી હતી.

ત્યાર બાદ તિજોરીએ પ્રથમ હપ્તા તરીકે  રૃા.૨.૫ લાખ ચુકવ્યા હતા. આરોપીઓએ એક અઠવાડિયાની અંદર એક પ્રખ્યાત કન્ટેન્ટ કંપની પાસેથી લેટર ઓફ ઇન્ટરેસ્ટ આપવાનું વચન આપ્યું હતું. એના માટે કરાર પર સહી પણ કરી હતી. જોકે બાદમાં તેમણે તિજોરીને દસ્તાવેજો આપ્યા નહોતા કે ફિલ્મ માટે પૈસા મેળવવામાં મદદ કરી નહોતી. તેમણે તિજોરીના કોલ્સ અને  મેસેજ ટાળવાનું શરૃ કર્યું હતું.

અધિકારીએ જણાવ્યુ ંહતું કે પોતાની સામે છેતરપિંડી થઇ હોવાનું જણાતા અભિનેતાએ બાંગુર નગર પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આરોપી ત્રિપુટીને તપાસ માટે સમન્સ મોકલવાની છે એમ જાણવા મળ્યું છે.