Get The App

નેશનલ પાર્કમાં શ્રીવલ્લી વાઘણનાં બચ્ચાનું મોત

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
નેશનલ પાર્કમાં શ્રીવલ્લી વાઘણનાં બચ્ચાનું મોત 1 - image

વન વિભાગે પાંચ દિવસ પછી જાહેર કર્યું

ચેપના કારણે મૃત્યુ ઃ છેલ્લાં એક વર્ષમાં છ વન્ય પ્રાણીનાં મોત

મુંબઈ  -     બોરીવલીના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં  'શ્રીવલ્લી' નામના વાઘણના બચ્ચાનું સાત દિવસ પહેલા મૃત્યુ થયું છે. ગયા ગુરુવારે સવારે  આ બચ્ચાનું મોત થયું હતું પરંતુ વન વિભાગે તેની જાહેરાત કરી ન હતી. 

        સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં ટાઇગર સફારીમાં રાખવામાં આવેલી 'શ્રીવલ્લી' વાઘણએ છ મહિના પહેલા પાંચ બચ્ચાને જન્મ આપ્યો હતો. વિશ્વસનીય સૂત્રોએ માહિતી આપી હતી કે એક બચ્ચાનું મૃત્યુ થયું હતું. એક મહિના પહેલા બચ્ચું બીમાર પડયું હતું

તેના તબીબી પરીક્ષણો પછી, એવું જાણવા મળ્યું કે તેને ચેપ લાગ્યો હતો.  વહીવટીતંત્રે જણાવ્યું હતું કે વાઘણના બચ્ચાને ફેલાઇન ઇન્ફેક્શિયસ પેરીટોનાઇટિસ  ચેપ લાગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લાં એક વર્ષમાં છ વન્ય પ્રાણીઓ જુદા જુદા ચેપને કારણે મૃત્યુ  પામ્યાં હોવાનું કહેવાય છે. 

 એવું કહેવાય છે કે આ ચેપ મુખ્યત્વે પાંજરામાં અસ્વચ્છતાને કારણે થયો છે.