Get The App

સીઈટીના ફોર્મ ભરવા માટે 24 ફેબ્રુઆરી સુધી મુદ્દત વધારાઈ

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
સીઈટીના ફોર્મ ભરવા માટે 24  ફેબ્રુઆરી સુધી મુદ્દત વધારાઈ 1 - image

સીઈટીની બંને પરીક્ષાના રજીસ્ટ્રેશન સાથે જ

પીસીબી / પીસીએમ, એમબીએ અને એમએમએસની સીઈટી વર્ષમાં બે વાર થશે

મુંબઈ -  સ્ટેટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (સીઈટી) સેલ દ્વારા ૨૦૨૬-૨૭ના શૈક્ષણિક વર્ષના એન્જિનીયરીંગ, ટેક્નોલોજી, ફાર્મસી, બી.પ્લાનિંગ, એમ.પ્લાનિંગ (ઈન્ટિગ્રેટેડ) અને એગ્રીકલ્ચર જ૨ેવા પ્રોફેશનલ કોર્સના પ્રવેશ માટે લેવાતી 'એમએચટી સીઈટી' (પીસીએમ / પીસીબી) કોર્સની સીઈટીના રજીસ્ટ્રેશનને ૨૪ ફેબુ્રઆરી સુધી છેલ્લો મુદ્દતવધારો અપાયો છે.

એમબીએ અને એમએમએસ કોર્સની સીઈટી માટે પણ ૨૫ ફેબુ્રઆરી સુધીનો મુદ્દતવધારો અપાયો છે. આ વર્ષથી 'એમએચટી સીઈટી' (પીસીએમ/પીસીબી), એમબીએ અને એમએમએસ આ ત્રણ કોર્સની પ્રવેશ પરીક્ષા વર્ષમાં બે વાર થવાની છે. આ ત્રણેય સીઈટી પરીક્ષાની પહેલી તક માટે ૮,૩૧,૨૭૭ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે. જ્યારે બીજી તક માટે ૪,૨૦,૫૧૫ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે. વિદ્યાર્થીઓએ તેમાંની એક પરીક્ષા આપવી ફરજિયાત છે. જ્યારે અન્ય વૈકલ્પિક હશે. જોકે તે માટે અત્યારે જ ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓને એક પરીક્ષા આપવી છે કે બે આપવી છે, તે નક્કી કરવા જણાવ્યું છે.બંને પરીક્ષા આપનાર વિદ્યાર્થીને જે પરીક્ષામાં સૌથી વધુ માર્ક હશે, તે માર્ક એડમિશન માટે માન્ય ગણાશે, એવું સીઈટી દ્વારા સ્પષ્ટ કરાયું છે.

પીસીએમ ગુ્રપની પહેલી પરીક્ષા ૧૧ થી ૧૯ એપ્રિલ તો બીજી પરીક્ષા ૧૪ થી ૧૭ મે દરમ્યાન લેવાશે. જ્યારે પીસીબી ગુ્રપની પહેલી સીઈટી ૨૧ થી ૨૬ એપ્રિલ તો બીજી સીઈટી ૧૦ અને ૧૧ મેના રોજ થશે. જ્યારે એમબીએ / એમએમએસની પરીક્ષા ૬ થી ૮ એપ્રિલ દરમ્યાન અને બીજી પરીક્ષા ૯ મેના રોજ થશે.