આંગડિયા પાસે ખંડણી પ્રકરણે ડીસીપી સૌરભ ત્રિપાઠીને આગોતરા જામીન
વચગાળાનું રક્ષણ કાયમી કરાયુ, જો ધરપકડ થાય તો જામીન પર છોડાશે
મુંબઈ : આંગડિયા પાસેથી ખંડણી પડાવવાના કેસમાં સસ્પેન્ડ કરાયેલા આઈપીએસ અધિકારી સૌરભ ત્રિપાઠીને બોમ્બે હાઈ કોર્ટે ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું છે. હાઈ કોર્ટની વેકેશન બેન્ચ ચોથી નવેમ્બરે આગોતરા જામીનની સુનાવણી વખતે ત્રિપાઠીને ૧૫ નવેમ્બર સુધી ધરપકડ સામે રક્ષણ આપતો આદેશ આપ્યો હતો.
ન્યા. ભારતી ડાંગરેએ ત્રિપાઠીને આગોતરા જામીન મંજૂર કરતો આદેશ આપીને વચગાળાનું અપાયેલું રક્ષણ કાયમ કર્યું હતું. સેશન્સ કોર્ટે રાહત નકારતાં ત્રિપાઠીએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
જો ધરપકડ થાય તો અરજદારને રૃ. ૨૫ હજારના પર્સનલ બોન્ડ સાથે એક કે બે સમાન શ્યોરિટી પર જામીન આપવાના રહેશે.
આંગડિયા એસોસિયેશને સાત ડિસેમ્બરે૨૦૨૧ના રોજ કરેલી ફિરિયાદને આધારે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ડીસીપી ઝોન ટુના આઈપીએસ અધિકારી સૌરભ ત્રિપાઠીએ આંગડિયાઓને તેમનો ધંધો ચાલુ રાખવાના બદલામાં મહિને રૃ. દસ લાખની રકમ માગી હોવાનો આરોપ છે.
ત્રિપાઠીનું નિવેદન નવ નવેમ્બરે નોઁધવામાં આવ્યું હતું. ત્રિપાઠીનું નિવેદન અજ્ઞાાત સ્થળે રેકોર્ડ કરાયુંહતું જે અસામાન્ય બાબત છે, પરંતુ મીડિયાને દૂર રાખવા આમ કરાયું હોવાનું કહેવાય છે.
ત્રિપાઠીએ દલીલ કરી હતી કે કાવતરાનો શિકાર છે અને તેમની પાસે હવે મેળવવાનું કશું બાકી રહેતું નથી. આથી કસ્ટડીમા ંરાખીને પૂછપરછ કરવાની આવશ્યકતા નથી. સસ્પેન્શન હેઠળ હોવાથી કોઈ સાક્ષી પર પ્રભાવ નાખી શકે એવી પણ શક્યતા નથી.