Get The App

આ..શું…? જેલમાં જતાં જ રિયા ચક્રવર્તીને મળવા લાગી ફિલ્મો, દબંગ-3ના પ્રોડ્યુસરે આપી આ ઑફર

Updated: Sep 10th, 2020

GS TEAM


Google News
Google News
આ..શું…? જેલમાં જતાં જ રિયા ચક્રવર્તીને મળવા લાગી ફિલ્મો, દબંગ-3ના પ્રોડ્યુસરે આપી આ ઑફર 1 - image


મુંબઇ, તા. 10 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર

સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ (એનસીબી)એ બોલિવૂડની એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે. આ ધરપકડ ડ્રગ્સના મામલે કરવામાં આવી છે. રિયા હાલમાં મુંબઈના ભાયખલ્લાની મહિલા જેલમાં છે. તેને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે.

નિખિલ દ્વિવેદીએ રિયાને આપી આ ઑફર

આમ તો રિયા હજી સુધી દોષિત પુરવાર થઈ નથી પરંતુ પ્રજાની નજરે તે દોષિત છે અને લોકો તેને સુશાંતના મોત માટે જવાબદાર માનવામાં આવી રહી છે. જનતાએ તો તેને જ મુખ્ય આરોપી જાહેર કરી દીધી છે.એવામાં અહેવાલ આવ્યા છે કે બોલિવૂડના એક્ટર-પ્રોડ્યુસર નિખિલ દ્વિવેદીએ રિયાને જેલમાં કામ કરવાની ઓફર કરી છે. તેઓ રિયાના સપોર્ટમાં આગળ આવ્યા છે.

નિખિલ દ્વિવેદીની ટ્વિટ

નિખિલે એક ટ્વિટ કરીને લખ્યું છે કે રિયા હું તને ઓળખતો તો નથી, મને તો એ પણ ખબર નથી કે તું કયા પ્રકારની માનવી છે, કદાચ તું એથી પણ ખરાબ હોઈ શકે જેટલી તને દેખાડવામાં આવી રહી છે. કદાચ આમ ના પણ હોય. પરંતુ હું એટલું જાણું છું કે જે રીતે તને દોષિત દેખાડવામાં આવે છે તે ખોટું છે. કોઇ દેશ આ રીતે વર્તન કરતો નથી. જયારે આ બધું ખતમ થઈ જાય ત્યારે હું તારી સાથે કામ કરવાનું પસંદ કરીશ.

સુશાંતની બહેનની ધડાધડ ટ્વીટ સામે આવી

રિયાની ધરપકડ બાદ તરત જ સુશાંતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ ઉપરા ઉપરી ટ્વિટ કરી હતી. તેણે લખ્યું હતું કે મરેલા માનવી બોલી શકતો નથી એટલે મૃત વ્યક્તિ પર આરોપ નાખી દો. રિયાએ શરમ કરવી જોઇએ.હકીકતમાં રિયાના વકીલે સુશાંતને નશાખોર કહ્યો હતો અને ખુદ રિયાએ એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે સુશાંત ડ્રગ્સ લેતો હતો.

બોલિવુડના આ સિતારાઓએ રિયાને કર્યો સપોર્ટ

તમને જણાવી દઈએ કે અભિનેત્રી રિયા ચક્રવર્તીના સમર્થનમાં સોનમ કપૂર, તાપસી પન્ન, વિદ્યા બાલન, અનુરાગ કશ્યપ, શબાના આઝમી, ફરાન અખ્તર, જોયા અખ્તર ઉતરી આવ્યાં છે. 

Tags :