Get The App

સરહદ પારથી સરકારી વેબસાઈટ્સને નિશાન બનાવી સાયબર યુધ્ધનો પ્રયાસ કરાયો

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
સરહદ પારથી સરકારી વેબસાઈટ્સને નિશાન બનાવી સાયબર યુધ્ધનો પ્રયાસ કરાયો 1 - image


ભારત અને પાકિસ્તાનના સંઘર્ષ વચ્ચે

પહલગામ હુમલા પછી ભારત પર ૧૦ લાખથી વધુ સાયબર હુમલા કરાયા

મુંબઈ - ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સરહદ પારથી સરકારી વેબસાઈટસને નિશાન બનાવીને નવી પધ્ધતિથી સાયબર યુધ્ધ શરૃ કરવાનો પ્રયાસ કર્યો હતો, એમ મહારાષ્ટ્ર સાયબર અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું.

આ સાયબર હુમલાઓ પાછળનો હેતુ મુખ્ય વહીવટીકાર્યોમાં ઈરાદાપૂર્વક અવરોધ અને ઓપરેશન સિંદૂર શરૃ થયા પછી ખોટી માહિતી ફેલાવવાનો હોવાનું કહેવાય છે.

સાયબર ક્રાઈમ ડિટેકશન એજન્સીએ જણાવ્યું હતું કે 'તેમણે અવલોકન કર્યું છે કે ઓપરેશન સિંદૂર પછી ઘણી મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રકચર સિસ્ટમ્સ અને સરકારી વેબસાઈટસ પર સતત સાયબર હુમલાઓ થયા છે.

ડિસ્ટ્રીબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ અને ડિજિટલ ડિફેસમેન્ટ ઝુંબેશ જેવા હુમલાઓનો હેતુ આવશ્યક જાહેર સેવાઓમાં વિક્ષેપ પાડવાનો અને સરકારી પ્લેટફોર્મની વિશ્વસનીયતાને નબળી પાડવાનો છે.

નિવેદનમાં જણાવાયું છે કે 'વિભાગે ઔપચારિક રીતે સંબંધિત સંસ્થાઓ અને ડિપાર્ટમેન્ટને ચેતવણી આપી છે. જેમને લક્ષ્ય બનાવવામાં આવ્યા છે. જેના કારણે સમયસર હસ્તક્ષેપ અને પ્રતિકારક પગલાંનો અમલ શક્ય બન્યો છે.

એજન્સીએ નાગરિકોને ડિજિટલ સામગ્રી સાથે વ્યવહાર કરતી વખતે સંપર્ક રહેવાની સલાહ આપી છે. અગાઉ મહારાષ્ટ્ર સાયબરના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે '૨૨ એપ્રિલના પહલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન, મધ્ય પૂર્વીય દેશો અને મોરોક્કોના હેકિંગ જૂથો દ્વારા ભારત પર ૧૦ લાખથી વધુ સાયબર હુમલા કરવામાં આવ્યા હતા.


Tags :