લાલબાગ ચા રાજાના મંડપમાં એઆઈ દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ

250 થી વધુ સીસીટીવી કેમેરા ગોઠવાયા
જાસૂસીમાં ઝડપાયેલી યુ ટયુબર જ્યોતી મલ્હોત્રાએ રેકી કરી હતી તે ધ્યાને રાખી ફેસ રેકોગ્નિશન સિસ્ટમ ગોઠવાઈ
મુંબઇ - જાસૂસીના આરોપસર પકડાયેલી યુટયુબર જ્યોતી મલહોત્રાએ અગાઉ લાલબાગના રાજાના મંડપની રેકી કરેલી એ બહાર આવ્યા પછી આ વખતે મંડપમાં એ.આઇ.ની મદદથી સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે. ગણપતિદાદાના દર્શને આવનારા લાખો ભક્તોની સુરક્ષા ધ્યાનમાં લઇને ૨૫૦ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે.
લાખા ે ભાવિકોના શ્રદ્ધાસ્થાન ગણાતા લાલબાગના રાજાના દર્શન માટે ગણેશ ચતુર્થીના દિવસથી રોજ લાખો ભાવિકોનો વણથંભ્યો પ્રવાહ શરૃ થશે. એટલે સુરક્ષા વ્યવસ્થામાં કોઇ ત્રુટી ન રહી જાય એ માટેના પગલાં લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશ મંડપે લીધા છે. ફેસ રેકગનિશન અને આઇ બોલ ડિટેકશન સિસ્ટમ ચોવી સે કલાક ચાલું રાખવામાં આવશે. કોઇ શંકાસ્પદ હિલચાલની તરત જ સુરક્ષા રક્ષકોને જાણ થઇ જશે. આ સિવાય પહેલી જ વાર એ.આઇ.ની મદદથી ક્રાઉડ એનાલીસીસ સિસ્ટમ ગોઠવવામાં આવેલ છે. જેની મદદથી ભીડની ઘનતાનો તાગ મેળવીને ધક્કામુક્કીની સ્થિતિ નિર્માણ થાય એ પહેલાં જ સુરક્ષા અધિકારીને ચેતાવણી મળી જશે. એટલે ભીડનું નિયમન કરવામાં મદદ મળશે. ઉપરાંત મોશન ટ્રેકિંગ એલર્ટ સિસ્ટમને લીધે વિશાળ મંડપના પ્રતિબંધિત ભાગમાં કોઇ વ્યક્તિ દાખલ થતાની સાથે જ તત્કાળ ખબર પડી જશે.
મંડળના સચિવ સુધીર સાળવીએ જણાવ્યું હતું કે પોલીસ અને અમારા સ્વયંસેવકોના સમન્વાયી અને અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી સલામતીના જડબેસલાખ પગલાં લેવામાં આવ્યા છે. પરિણામે ગણેશભક્તો કોઇ પણ જાતના ભય વિના નિરાંતે દર્શન કરી શકશે.
સલામતી બંદોબસ્ત અને વ્યવસ્થા જાળવવા માટે સાડાત્રણ હજાર સ્વયંસેવકોને ખાસ તાલીમ આપીને તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ મંડપ પરિસરમાં મોબાઇલ નેટવર્ક ઠપ થઇ જાય તો પણ સ્વયંસેવકો એકબીજાના સંપર્કમાં રહી શકશે. ઉપરાંત ૮૦૦ મહિલા કાર્યકરો પણ ફરજ બજાવશે.
લાલબાગ ચા રાજાના મંડપના પડદા યુપીના મુસ્લિમ કારીગરોએ તૈયાર કર્યા
મુંબઇ તા.૨૫
લાલબાગના રાજાની ભવ્ય પ્રતિમા સ્થપાઇ છે એ મંડપના ૫૦ ફૂટ ઉંચા મખમલી પડદા ઉત્તર પ્રદેશથી ખાસ બોલાવવામાં આવેલા મુસ્લિમ કારીગરોએ સીવ્યા છે.
રાજાએ તિરૃપતી બાલાજીનો મુગટ ધારણ કર્યો હોવાથી મંડપની ઉંચાઇ ૫૦ ફૂટ સુધી વધારાઈ
લાલબાગના રાજાની પ્રતિમાને આ વખતે તિરૃપતી બાલાજીનો ભવ્ય મુગટ પહેરાવવામાં આવ્યો છે. એટલે મંડપની ઉંચાઇ ૫૦ ફૂટ સુધી વધારવામાં આવી છે. એટલે મખમલના ઝરીકામવાળા પડદા પણ ૫૦ ફૂટના સીવવામાં આવ્યા છે.
આ મખમલી ઝરી ભરતવાળા પડદા સીવી શકે એવા કુશળ કારીગરોની આખા દેશમાં શોધ કરવામાં આવી હતી. છેવટે ઉત્તર પ્રદેશના લખનઉથી ૧૦૦ કિ.મી. દૂર આવેલા એક ગામમાં રહેતા મોહમ્મદ આમીર ખાને આ કામ સ્વીકાર્યું હતું. ખાન અને તેની ટીમના પાંચ કારીગરો છેલ્લા એક અઠવાડિયાથી દિવસ-રાત પડદા તૈયાર કરવાના કામમાં રોકાયેલા છે. કારણ ૫૦ ફૂટ ઉંચા અને આઠ ફૂટ પહોળા પડદા સીવવાનું કામ ઘડયું પડકારરૃપ છે. આમ રાજાના મંડપમાં ઝળકનારા પડદાને લીધે હિન્દુ-મુસ્લિમ એકતાની ભાવનાના દર્શન થશે.








