પત્નીના પહેરવેશ અને ભોજનની ટીકા કરવી એ ક્રૂરતા કે ત્રાસ ગણી શકાય નહીં - હાઈકોર્ટ

પતિ અને સાસરિયા સામેનો કેસ રદબાતલ કરાયો
લગ્ન પૂર્વે જ બધી સ્પષ્ટતા થયા બાદ સંબંધ વણસતાં વધારીને આરોપ કરવામાં અવાતા હોવાની નોંધ
મુંબઈ - સાસરિયા વિરુદ્ધ મહિલાએ દાખલ કરેલા ગુનામાં બોમ્બે હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપીને જણાવ્યું હતું કે પત્નીને પહેરવેશને લઈને ટોણા મારવા અથવા ભોજનને લઈને ટીકા કરવી એ ક્રૂરતા અથવા ત્રાસ અપાયાનું માની શકાય નહીં. આથી પતિ અને સાસરિયાને રાહત મળી છે.કોર્ટે નોંધ કરી હતી કે જ્યારે સંબંધો વણસે છે ત્યારે આરોપો વધારી ચડાવીને કરવામાં આવે છે. લગ્ન પૂર્વે બધી વાતો સ્પષ્ટ થઈ હતી તો આરોપ સામાન્ય અતવા ઓછા ગંભીર હોય તો તેને ક્રૂરતાની વ્યાખ્યામાં લઈ શકાય નહીં. આવા કેસમાં પતિ અને સાસરિયાએ કોર્ટ કેસનો સામનો કરવો પડે છે એ કાયદાનો દુરુપયોગ છે.
દંપતીમાં મહિલાના આ બીજા લગ્ન હતા તેણે પહેલા પતિ સાથે સંમતિથી છૂટાછેડા લીધા હતા. બીજાપતિ અને સાસરિયા સામે પતિની બીમારી અને માનસિક સ્થિતિ વિશે જાણકારી છુપાવ્યાનો આરોપ કર્યો હતો. પોલીસે આરોપનામું દાખલ કરીને લગ્ન પૂર્વેના ચેટનો ઉલ્લેખ કર્યો હતો. જેમા ંપતિની બીમારી અને દવાની માહિતી હોવાનું કોર્ટને જણાવાયું હતું. આ ઉપરાંત ફ્લેટ ખરીદી માટેે દીવાળીમાં ૧૫ લાખની માગણી કર્યાનો આરોપ હતો પણ પતિ પાસે પોતાનો ફ્લેટ હોવાનું કોર્ટે નોંધ્યું હતું. કપડા અને ભોજનને લઈને મેણા ટોણા મરાતા હોવાનો આરોપ પત્નીએ કર્યો હતો જેના પર કોર્ટે ઉક્ત ટિપ્પણી કરી હતી.









