આર્કિયોલોજિકલ સાઈટને નુકસાન પહોંચાડાયું
સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ તંત્ર દોડયુંઃ મહિલા સહિત અન્ય સામે ગુનો
મુંબઈ - મહારાષ્ટ્રના જળગાંવમાં એક સંરક્ષિત અને પ્રાચીન પુરાતત્વીય સ્મારકને જોખમમાં મૂકવાનો પ્રયાસ કરીને મશાલ પ્રગટાવીને અને પરિસરની અંદર રીલ શૂટ કરવા માટે જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ કરવાનો આરોપ છે. પોલીસે જણાવ્યું હતું કે મંદિર પરિસરની અંદર પાંચથી છ અજાણ્યા શખ્સોના જૂથનો રીલ શૂટ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ ગુનો નોંધવામાં આવ્યો હતો.
વિગત મુજબ, સોશિય મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જળગાંવના પટણાદેવી ખાતેના મહેશ્વર મંદિરમાં શિવલિંગની નજીક એક મહિલા ધાર્મિક વિધિ કરતી દર્શાવવામાં આવી છે. જ્યારે અન્ય પાંચથી છ અજાણ્યા શખ્સો જેમના ચહેરા ઢંકાયેલા હતા. તેઓ મંદિરની અંદર મશાલ સાથે ઘંટડી વગાડતા જોવા મળે છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) ના એક અધિકારીના જણાવ્યા મુજબ, જૂથના સભ્યોએ પાઈપ પર કાપડ બાંધીને મંદિર સંકુલમાં ગર્ભગૃહની અંદર ચાર થી પાચં મશાલો પ્રગટાવવા માટે જવલનશીલ પદાર્થનો ઉપયોગ કર્યો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એએસઆઈ સ્ટાફે સ્થળનું નિરીક્ષણ કરતા મંદિરના ફલોરિંગ અને થાંભલાઓ પર કાળા ડાધ (ધુમાડાના કારણે) અને બળેલી મશાલો જોવા મળી હતી. એએસઆઈ સ્ટાફના એક સભ્ય દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદના આધારે, ચાલીસગાંવ ગ્રામીણ પોલીસે પાંચ અજાણ્યા શખ્સો સામે સંરક્ષિત સ્મારકને નુકસાન પહોંચાડવા અને દુરુપયોગ કરવાના આરોપસર ગુનો નોંધ્યો હતો.
વધુમાં પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામને પત્ર લખીને સંબંધિત એકાઉન્ટ્સની માહિતી માંગી હતી.
નોંધનીય છે કે, મહેશ્વર મંદિર સુરક્ષિત પટણદ્વી અને મહેશ્વર મંદિર સંકુલનો એક ભાગ છે. જે તેની વિશિષ્ટ હેમાડપંથી સ્થાપ્ત્ય શૈલી માટે પ્રખ્યાત છે. આ ડિઝાઈન પરંપરામાં તારા આકરના લેઆઉટ, વિસ્તૃત પથ્થરની કોતરણી અને સૂકા ચણતર બાંધકામનો સમાવેશ થાય છે. આમાં બ્લેક બેસાલ્ટ પથ્થરના ઈન્ટરલોકિંગ સ્લેબનો ઉપયોગ માળખાને એકસાથે રાખવા માટે મોર્ટાર કરવામાં આવે છે.


