વિરારમાં વિશ્વકર્મા જયંતીમાં અશ્લીલ નૃત્યના આયોજક સામે ગુનો નોંધાયો

સોશ્યસ મીડિયામાં વિડિયો વાઈરલ થતાં નાગરિકો રોષે ભરાયા
અગાઉ ગણેશોત્સવ દરમ્યાન તૃતિયપંથીઓ પાસે અશ્લીલ નૃત્ય બદલ કેસ નોંધાયેલો
મુંબઈ - વિરારમાં વિશ્વકર્મા જયંતીના કાર્યક્રમમાં અશ્લીલ નૃત્યના આયોજક સામે બોલિંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. બુધવારે કાર્યક્રમનો અશ્લીલ વિડિઓ વાયરલ થયા બાદ સર્વત્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વિરાર-વેસ્ટમાં એવન્યુ ગ્લોબલ સિટીમાં ૪૫ વર્ષના મુકેશ શર્મા વેસ્ટ ફર્નિચરની દુકાન ધરાવે છે. બુધવારે આ દુકાનની સામે વિશ્વકર્મા જયંતીના અવસરે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એક મહિલા નૃત્યકારને નૃત્ય માટે બોલાવવામાં આવી હતી. ભોજપુરી ગીત 'સયયાજી દિલવા માંગલે ગમચા બિછાઈકે' પર અશ્લીલ નૃત્ય કરવામાં આવ્યું હતું. આ નૃત્ય પર પૈસાનો પણ ઉડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માટે મોટી સંખ્યામાં નાગરિકો હાજર હતા. આ નૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ નાગરિકોમાં ગુસ્સાની લાગણી ફેલાઈ ગઈ હતી. નાગરિકો પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા હતા કે ધામક કાર્યક્રમમાં અશ્લીલ નૃત્ય કરવું એ એક પ્રકારનું સાંસ્કૃતિક અપમાન છે. નાગરિકો પણ ઉત્સવના નામે આવા કાર્યક્રમોનું આયોજન કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા હતા.
આખરે, બોલિંજ પોલીસે આયોજક મુકેશ શર્મા સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૬, ૩ (૫) અને મુંબઈ પોલીસ એક્ટની કલમ ૧૧૦,૧૧૭ હેઠળ કેસ નોંધ્યો છે.
અગાઉ, ગણેશોત્સવ દરમિયાન, સાંઈ પૂર્વેેના ચિંચોટી વિસ્તારમાં શ્રી બજરંગ મિત્ર મંડળના મંડપમાં તૃતીયપંથી પક્ષના લોકોને બોલાવીને અશ્લીલ નૃત્ય કરાવવાનો કેસ નોંધાયો હતો. આ કેસમાં પોલીસે આયોજકો સામે કેસ નોંધ્યો હતો. વસઈ વિરારના સભ્ય શહેરમાં બની રહેલી આવી ઘટનાઓ પર સ્થાનિક લોકોએ નારાજગી અને ગુસ્સો વ્યક્ત કર્યો છે.








